મોટા મુંજીયાસર ગામ ખાતે આવેલી માંડણ પીરની પવિત્ર જગ્યાએ “મન કી વાત” કાર્યક્રમ તેમજ ટિફિન બેઠકનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ કક્ષાના વક્તા તરીકે ભાવનાબેન ગોંડલીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ એકત્રિત થઈ વડાપ્રધાનના સંબોધનને સાંભળ્યું હતું અને ત્યારબાદ સંગઠનાત્મક ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં બગસરા તાલુકા ભાજપ પ્રભારી સુરેશભાઈ ગમારા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર અને મહામંત્રી પ્રકાશભાઈ પરમાર હાજર રહ્યા હતા. આ ઉપરાંત, તાલુકા પંચાયતના પ્રમુખ બાબુભાઈ બકરાણીયા, ઉપપ્રમુખ હસમુખભાઈ બાબરીયા, સદસ્ય વિપુલભાઈ ભેસાણીયા તેમજ બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાંતિભાઈ વેકરીયાએ પણ ઉપસ્થિતિ રહ્યા હતા. સમગ્ર આયોજન દરમિયાન બગસરા તાલુકા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ટિફિન બેઠક દ્વારા કાર્યકરો વચ્ચે પરસ્પર સંવાદ અને ભાઈચારો વધે તેવા હેતુ સાથે આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.