અમરેલીના મોટા માચીયાળા ગામે મહિલાને ગાળો આપી ગાડીથી પીલી નાખીશ અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ઉપરાંત કાન ઉપર ઝાપટ મારી નિર્લજ્જ હુમલો કર્યો હતો. બનાવ અંગે શિલ્પાબેન મધુભાઈ કાછડીયા (ઉ.વ.૪૦)એ પરેશ જયંતીભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ અગાઉનું મનદુઃખ રાખી આરોપીએ તેને ગાળો આપી ગાડીથી પીલી નાખીશ, જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ઉપરાંત માથાના ભાગે તેમજ ડાબા કાન પર ઝાપટ મારી નિર્લજ્જ હુમલો કર્યો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.ડી. અમરેલીયા વધુ તપાસ કરી રહ્યા છે.