રાષ્ટ્રીય સેવા યોજના (NSS) દ્વારા ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ મોટા ભંડારિયાસ્થિત
કૃષિ કોલેજ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ પર્યાવરણીય સંરક્ષણમાં યોગદાન આપવા અને સ્થાયી પરંપરાઓને પ્રોત્સાહન આપવાનો હતો. તેનો હેતુ આબોહવા પરિવર્તનને ઘટાડવા, હવાની ગુણવત્તા સુધારવા અને જૈવ વિવિધતા વધારવામાં વૃક્ષોના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમ દરમિયાન, એન. એસ. એસ. સ્વયંસેવકોએ જાંબુ, લીંબુ, લીમડો અને અન્ય છોડનું વાવેતર કર્યું હતું. કુલ ૧૩૬ સ્વયંસેવકો અને સ્ટાફ સભ્યોએ આ ગ્રીન પહેલમાં સક્રિયપણે ભાગ લીધો. આ કાર્યક્રમનું સંકલન NSS પ્રોગ્રામ ઓફિસર ડા. કે. યુ. ચંદ્રવાડિયા, અને ડા. એન. એમ. ગોહેલ દ્વારા કૃષિ મહાવિદ્યાલય કોલેજના આચાર્ય
ડા. ડી. એસ. કેલૈયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.









































