ખાંભાના મોટા બારમણ ગામે રહેતી એક મહિલાને સામસામી ફરિયાદના મનદુઃખમાં સમાધાન કરવાનું કહી જાહેરમાં બ્લાઉઝ ફાડી, સાડી ખેંચીને પછાડીને ગાળો આપી હતી. બનાવ અંગે પ્રબાબેન મુકેશભાઈ પરમાર (ઉ.વ.૪૫)એ દેવશીભાઈ કાનાભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમને તથા આરોપીને અગાઉ માથાકૂટ થઈ હતી. જે બાબતે સામસામી ફરિયાદ થઈ હતી. તેઓ તથા તેના દેરાણી રસીલાબેન તેમજ તેમની દીકરી શિવ શામળીયા સ્કૂલની સામે નદીના પુલે કપડા ધોવા માટે જતા હતા ત્યાં આરોપી તેનું બુલેટ લઇ આ અગાઉના ક્રોસ ગુનામાં સમાધાન માટે દબાણ કરી, જાહેરમાં જેમ-ફાવે તેમ ગાળો આપવા લાગ્યો હતો. જેથી તેમણે ગાળો દેવાની ના પાડતા આરોપીએ બ્લાઉઝ ફાડી તથા સાડી ખેંચી પછાડી દઇને સમાધાન નહીં કરો તો તમોને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. પ્રો.એએસઆઈ આર.એસ. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.