શુક્રવારના રોજ બપોરે ૩ઃ૧૫ કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમમાં મોટા ગોખરવાળા અને દેવળીયા ગામ વચ્ચે શેત્રુંજી નદીમાં એક વ્યક્તિ ડૂબી ગયાની ફાયર ઓફિસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા જ અમરેલી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્રણ કલાકની ભારે જહેમત બાદ, ફાયર ટીમે ડૂબી ગયેલા વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ ૩૫ વર્ષીય પરપ્રાંતીય મજૂર મુકેશભાઈ કટારા તરીકે થઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.