અમરેલી જિલ્લામાં વાહન અકસ્માતની ઘટનામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ચલાલા રોડ પર મોટા સમઢીયાળા ગામના પાટીયાના બસ સ્ટેશન પાસે એસટી ચાલકે બોલેરોને ટક્કર મારી હતી. મંગળુભાઈ એભલભાઈ ધાધલ (ઉ.વ.૬૦)એ એસટી બસ નંબર જીજે-૧૮-ઝેડટી-૧૪૯૭ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ તથા તેમનો સ્ટાફ ઁય્ફઝ્રન્ માં મુકેલ બોલેરો રજી. નં.ય્ત્ન-૧૪-છ્-૫૪૪૪ લઇ ચલાલા ઁય્ફઝ્રન્ કચેરીથી મોટા સમઢીયાળા પાવર હાઉસ ખાતે જતા હતા તે દરમિયાન બપોરના આશરે એકાદ વાગ્યાના સમયે મોટા સમઢીયાળા ગામના પાટીયા પાસે પાટીયાની ગોળાઇમાં પહોંચતા સમઢીયાળા ગામ તરફથી આવતી જી્ બસ બ્લુ કલરની રજી. નં.ય્ત્ન-૧૮-ઢ્-૧૪૯૭ ના ચાલકે તેની બસ પુરઝડપે બેદરકારીથી બીજાની જિંદગી જોખમાય તે રીતે ચલાવી આવી બોલેરોના આગળના ભાગે ટક્કર મારી હતી. જેમાં તેમને તથા સાહેદોને નાની મોટી ઇજાઓ થઈ હતી. ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.આર.મહેતા વધુ તપાસ કરી રહ્યા છે.