અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત માતુશ્રી મોંઘીબા મહિલા આટ્ર્સ કોલેજ ખાતે તાજેતરમાં ચોથી ભીંતપત્રિકાનું અનાવરણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં શ્રીમતી એસ.એસ. અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલના અંગ્રેજી શિક્ષક અને કવિ-લેખક કેતનભાઈ જોષી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડા. જી.વી. વેલિયતના માર્ગદર્શન હેઠળ, અંગ્રેજી વિભાગના અધ્યક્ષ પ્રા. જૈમિન જોષી અને સહ-અધ્યાપક પ્રા. ભૂષણ જોષી દ્વારા આ ભીંતપત્રિકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી વિભાગના પ્રા. શોભનાબેન ભેસાણીયાનું પણ આ કાર્યક્રમમાં યોગદાન રહ્યું હતું.આ ભીંતપત્રિકામાં વિદ્યાર્થિની નિરાલી મહેતાએ ‘ધ બાર્ડ ઓફ એવોન – શેક્સપિયર’નો આર્ટિસ્ટિક સ્કેચ તૈયાર કર્યો હતો. આ ઉપરાંત, તિથિ ઠાકર, પ્રાંજલ મહેતા, સીમા સૈયદ અને મોનિકા પરમારે પણ આ ભીંતપત્રિકાને તૈયાર કરવામાં યોગદાન આપ્યું હતું. હિન્દી વિભાગના પ્રા. ડા. અરવિંદ ઉપાધ્યાય દ્વારા શરૂ કરવામાં આવેલ આ વિચારને વેગ આપવા માટે આ ભીંતપત્રિકાને તમામ સ્ટાફ અને વિદ્યાર્થિનીઓની હાજરીમાં વાંચન માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.