અમરેલીમાં જિલ્લા વિદ્યાસભા સંચાલિત મોંઘીબા મહિલા આટ્‌ર્સ કોલેજના દ્ગજીજી વિભાગ દ્વારા તારીખ ૨૩થી ૨૯ દરમિયાન અમરેલી જિલ્લાના મોટા ગોખરવાળા ગામે સાત દિવસીય વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સેવા, શિસ્ત, સામાજિક જવાબદારી તથા ગ્રામ્યજીવનની સમજ વિકસાવવાનો હતો. શિબિરનું ઉદ્‌ઘાટન કોલેજના પ્રિન્સિપાલ તથા NSS પ્રોગ્રામ ઓફિસર ડા. નિરૂપા ટાંક, સરપંચ, ગામના આગેવાનો, કોલેજના સ્ટાફ મેમ્બર્સ અને પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના સમગ્ર સ્ટાફ મેમ્બર્સની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. ડા. એમ. જે. પટોળિયાએ દ્ગજીજીના ઉદ્દેશ્યો સમજાવીને સ્વયંસેવિકાઓને સેવાકાર્યમાં ઉત્સાહપૂર્વક જોડાવા માટે પ્રેરણા આપી હતી. શિબિર દરમિયાન ગ્રામ સફાઈ અભિયાન, રસ્તા અને જાહેર સ્થળોની સફાઈ, આરોગ્ય અને સ્વચ્છતા અંગે જાગૃતિ, સાયબર સુરક્ષા સંદેશ, પર્યાવરણ તથા સામાજિક સમરસતા વિષયક પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો.