અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત માતુશ્રી મોંઘીબા મહિલા આટ્‌ર્સ કાલેજ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને કાલેજના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ ૨૦૨૬ નિમિત્તે ૧૮/૦૨/૨૦૨૬ના રોજ ‘કવિ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થઈ હતી. ત્યાર બાદ કાલેજના ઇન્ચાર્જ આચાર્ય ડા. ગિરીશ વી. વેલિયત દ્વારા શાબ્દિક સ્વાગત અને પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રેરક અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડા. ભાગ્યેશ જહાનો ઓડિયો વીડિયો શુભેચ્છા સંદેશ રજૂ કરીને કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત કવિ નીતિન વડગામા, કવિ ભરત વિંઝુડા અને કવિ વિપુલ પંડ્‌યાએ વિવિધ વિષયો પર હૃદયસ્પર્શી તેમજ ચિંતનપ્રેરક કાવ્યો રજૂ કર્યા હતા.