સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એપ્રિલ–૨૦૨૫માં લેવાયેલી એફ.વાય.બી.એ. (સેમેસ્ટર–૦૨)ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં મોંઘીબા મહિલા આટ્ર્સ કોલેજે ૮૩.૪૬ ટકા સાથે ઉત્કૃષ્ટ પરિણામ નોંધાવ્યું છે. કોલેજની વિદ્યાર્થિનીઓએ સમાજશાસ્ત્ર મુખ્ય વિષયમાં સરાહનીય પ્રદર્શન કર્યું છે. પ્રથમ ક્રમે ડાભી ધ્રુવી બાબાભાઈએ ૮૮.૩૭ ટકા મેળવ્યા છે. દ્વિતીય ક્રમે કલસારા દ્રષ્ટિ મયુરકુમાર તથા ભાસ્કર ખુશાલી નાનજીભાઈએ બંનેએ ૮૭.૦૮ ટકા સાથે સ્થાન મેળવ્યું છે, જ્યારે તૃતીય ક્રમે ટાંક અપેક્ષા જેરામભાઈએ ૮૫.૫૪ ટકા મેળવ્યા છે. આ ઉજ્જવળ પરિણામ બદલ કોલેજના અધ્યાપકોની મહેનત અને માર્ગદર્શનને બિરદાવવામાં આવ્યું છે. સંસ્થાના સ્ટાફ, વિદ્યાસભાના પદાધિકારીઓએ તમામ સફળ વિદ્યાર્થિનીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.







































