જથ્થાબંધ ફુગાવાના ડેટા અનુસાર, મે મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ૧.૫૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે એપ્રિલમાં ૦.૮૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન, શાકભાજીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.
જથ્થાબંધ ભાવ ફુગાવો મે મહિનામાં ૦.૩૯ ટકા પર આવી ગયો છે. એપ્રિલમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો દર ૦.૮૫ ટકા હતો, જ્યારે ગયા વર્ષે મે મહિનામાં તે ૨.૭૪ ટકા હતો. પીટીઆઈના સમાચાર અનુસાર, સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડામાં આ વાત બહાર આવી છે. ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મે ૨૦૨૫માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, વીજળી, અન્ય ઉત્પાદન, રસાયણો અને રાસાયણિક ઉત્પાદનો, અન્ય પરિવહન સાધનોનું ઉત્પાદન અને બિન-ખાદ્ય વસ્તુઓનું ઉત્પાદન વગેરેના ભાવમાં વધારો થવાને કારણે છે.
સમાચાર અનુસાર, જથ્થાબંધ ફુગાવાના તાજેતરના આંકડા અનુસાર, મે મહિનામાં ખાદ્ય ચીજામાં ૧.૫૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો, જ્યારે એપ્રિલમાં ૦.૮૬ ટકાનો ઘટાડો જાવા મળ્યો, જ્યારે શાકભાજીમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. શાકભાજીમાં ઘટાડો મે મહિનામાં ૨૧.૬૨ ટકા રહ્યો, જ્યારે એપ્રિલમાં તે ૧૮.૨૬ ટકા હતો. જોકે, ઉત્પાદિત ઉત્પાદનોમાં ફુગાવો ૨.૦૪ ટકા રહ્યો, જ્યારે એપ્રિલમાં તે ૨.૬૨ ટકા હતો. ઇંધણ અને વીજળીમાં પણ મે મહિનામાં ૨.૨૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો, જ્યારે એપ્રિલમાં ફુગાવો ૨.૧૮ ટકા હતો.
ભારતીય રિઝર્વ બેંક મુખ્યત્વે નાણાકીય નીતિ બનાવતી વખતે છૂટક ફુગાવાને ધ્યાનમાં લે છે. ગયા અઠવાડિયે બહાર પાડવામાં આવેલા ડેટા દર્શાવે છે કે મે મહિનામાં છૂટક ફુગાવો છ વર્ષના નીચલા સ્તરે ૨.૮૨ ટકા પર આવી ગયો છે. તેનું મુખ્ય કારણ ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડો છે. ફુગાવામાં ઘટાડા વચ્ચે આરબીઆઇએ આ મહિને બેન્ચમાર્ક નીતિ વ્યાજ દરમાં ૦.૫૦ ટકાનો મોટો ઘટાડો કરીને ૫.૫૦ ટકા કર્યો છે.
ફુગાવાનો આરબીઆઇનો અંદાજ શું છે? આરબીઆઇએ તાજેતરમાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ફુગાવાનો અંદાજ ચાર ટકાથી ઘટાડીને ૩.૭ ટકા કર્યો છે. સરેરાશ છૂટક ફુગાવાનો આ અંદાજ તાજેતરના વર્ષોમાં સૌથી નીચો છે. એપ્રિલમાં તેની નાણાકીય નીતિની જાહેરાતમાં,
આરબીઆઇએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં છૂટક ફુગાવાનો સરેરાશ ચાર ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.આરબીઆઇ કહે છે કે સામાન્ય ચોમાસું ધારીને, ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત ફુગાવો હવે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૩.૭ ટકા રહેવાનો અંદાજ છે.