રાજકોટનાં ગોંડલમાં રીબડાના અમિત દામજીભાઈ ખૂંટ નામના યુવકે દુષ્કર્મના આરોપથી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યા બાદ એક પછી એક ખુલાસા થઈ રહ્યાં છે. આરોપી પૂજા રાજગોરની પૂછપરછમાં તેને સ્વીકાર્યુ કે મૃતક અમિત ખૂંટને ફસાવવા એક વ્યક્તિએ મને ઓફર કરી હતી, તેમજ મને રૂપિયાની જરૂર હતી, તેથી આ કામ કર્યુ તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
આરોપી પૂજાએ ખુલાસો કરતા કહ્યું કે, સંજય પંડિતે અને કોંગ્રેસનો અગ્રણી દિનેશ પાતરેએ સાથ આપવાનું વચન આપ્યું હતું. પોલીસે આ કેસમાં બંને આરોપીઓની ધરપકડ કરી છે. અમિત ખૂંટે સ્યુસાઈડ નોટમાં ૨ મહિલાઓ અને પિતા-પુત્ર અનિરૂદ્ધસિંહ જાડેજા, રાજદિપસિંહ જાડેજાનાં નામનો ઉલ્લેખ કર્યો હતો. મૃતક યુવકની તરફેણમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલની આગેવાનીમાં મૃતક યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી નાખ્યો હતો. જાકે, પોલીસ દ્વારા તપાસની બાહેંધરીનું વચન આપવામાં આવતા મૃતકનો મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો. જે દરમિયાન ગઈકાલે રીબડાથી મોટી સંખ્યામાં જનતા અને આગેવાનો રાજકોટ ખાતે પહોંચ્યા હતા. તેમણે કલેક્ટરને આવેદન આપ્યું હતું. તેમજ સમગ્ર મામલે યોગ્ય નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે તેની માંગણી કરવામાં આવી હતી.
રીબડાના આગેવાન મનસુખભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર સામે જે આક્ષેપો કરાયા છે. તે તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. જેથી રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં આજે રાજકોટમાં રેલી યોજવામાં આવી હતી. તેમજ કલેક્ટરને આવેદન પણ આપવામાં આવ્યું હતું. પાટીદાર યુવકની આત્મહત્યા અંગે ક્ષત્રિય આગેવાન પી. ટી જાડેજાએ જણાવ્યું કે, ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટમાં એકઠા થયા છીએ. તેમજ રીબડાના અનિરુદ્ધસિંહ સામે જે ગુનો નોંધવામાં આવ્યો છે, જેથી આ મામાલે યોગ્ય તપાસ થાય.
આ અંગે પોલીસ તપાસ હાથ ધરાઈ છે. યુવતી સાથે થયેલા દુષ્કર્મ મામલે પણ મેડીકલ ચેકઅપ થયું જાઈએ, તેની પણ તપાસ થવી જાઈએ કે, યુવતી દ્વારા કરાયેલી ફરિયાદ સાચી છે કે ખોટી, આ બાબતે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. જે ગુનેગાર હોય તેની સામે કડક પગલાં લેવા વિંનંતી કરી હતી. તેમજ જે સ્યુસાઈડ નોટમાં અલગ અલગ અક્ષરો હોવાનું અમારા ધ્યાને આવ્યું છે તો જા અમિત ખૂંટે દુષ્કર્મ ન કર્યું હોય તો તે અંગે યોગ્ય તપાસ થવી જાઈએ.
મૃતક અમિત ખૂંટ લોધિકા રોડ પર આવેલ પોતાની વાડીએ નાલામાં લીમડાના ઝાડ પર દોરડું બાંધી ગળાફાંસો ખાધો હતો. પોલીસને લીમડાના ઝાડ પર પ્લાસ્ટીકની બે થેલીઓ લટકતી જાવા મળી છે, જે ચેક કરતા તેમાંથી એક સાલ, વેફર, બિસ્કીટ અને ફાકી મળી આવેલા હતા. હ્લજીન્ ટીમના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતકના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો. ગોંડલ તાલુકા ઇન્ચાર્જ પીઆઇ એ.સી.ડામોર, LCB સહિત પોલિસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી હતી. સાવરકુંડલાની ૧૭ વર્ષીય સગીરા સાથે રીબડાના અમિત દામજીભાઈ ખુંટ નામના યુવક પર સગીરાને મિત્રતા કેળવી દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવ્યો હતો.