ભારતીય શેરબજાર શુક્રવારે, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સારા વધારા સાથે બંધ થયું. આરબીઆઇ દ્વારા રેપો રેટમાં ૦.૫૦ ટકાના મોટા ઘટાડાની શેરબજાર પર ખૂબ જ સકારાત્મક અસર પડી છે. દર ઘટાડા પછી, બજારમાં સારી ખરીદી જોવા મળી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે ૦.૯૨ ટકા અથવા ૭૪૬ પોઈન્ટના વધારા સાથે ૮૨,૧૮૮ પર બંધ થયો. બજાર બંધ થવાના સમયે, સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૮ શેર લીલા રંગમાં અને ૨ શેર લાલ રંગમાં હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી ૧.૦૨ ટકા અથવા ૨૫૨ પોઈન્ટના વધારા સાથે ૨૫,૦૦૦.૨૫ પર બંધ થયો.

સેન્સેક્સ પેકના શેરોની વાત કરીએ તો, બજાજ ફાઇનાન્સ, એકસીસ બેંક, મારુતિ, ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફિનસર્વ, ઝોમેટો, ટાટા સ્ટીલ, મહિન્દ્રા અને મહિન્દ્રાના શેરમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો. આ ઉપરાંત, કોટક બેંક, ટાઇટન,એચડીએફસી બેંક એનટીપીસી, અદાણી પોર્ટ્‌સ,એસબીઆઇ, ઇન્ફોસિસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા, નેસ્લે ઇન્ડિયા,એચયુએલ,ટીસીએસ.આઇટીસી, પાવરગ્રીડ, ટાટા મોટર્સ, લાર્સન અને ટુબ્રો,એચસીએલ ટેક, એશિયન પેઇન્ટ્‌સ,આઇસીઆઇસીઆઇ બેંક અને રિલાયન્સના શેરમાં પણ વધારો જોવા મળ્યો. આ ઉપરાંત, સન ફાર્મા અને ભારતી એરટેલ લાલ રંગમાં બંધ થયા.

ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, નિફ્ટી રિયલ્ટીમાં સૌથી વધુ ૪.૬૮ ટકાનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત, નિફ્ટી ઓટોમાં ૧.૫૨ ટકા, નિફ્ટી ફાઇનાન્શીયલ સર્વિસીસમાં ૨.૦૯ ટકા, નિફ્ટી એફએમસીજીમાં ૦.૩૧ ટકા, નિફ્ટી આઇટીમાં ૦.૫૦ ટકા, નિફ્ટી મેટલમાં ૧.૯૦ ટકા, નિફ્ટી ફાર્મામાં ૦.૧૯ ટકા, નિફ્ટી ઁજીં બેંકમાં ૦.૫૮ ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેંકમાં ૧.૭૯ ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સમાં ૦.૫૨ ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ૧.૩૨ ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં ૦.૫૭ ટકા, નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં ૦.૬૧ ટકા, નિફ્ટી ફાઇનાન્શીયલ સર્વિસીસ એક્સ-બેંકમાં ૨.૭૭ ટકાનો વધારો થયો છે. ફક્ત નિફ્ટી મીડિયામાં ૧.૧૪ ટકાનો ઘટાડો થયો છે.