ઉત્તરાખંડના દેહરાદૂનમાં ત્રિપુરાના વિદ્યાર્થી એન્જલ ચકમાની તાજેતરની હત્યા વધુ તીવ્ર બની છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ તેમના ઉત્તરાખંડના સમકક્ષ પુષ્કર સિંહ ધામીને ત્રિપુરાના વિદ્યાર્થી એન્જલ ચકમા પર થયેલા કથિત વંશીય હુમલા માટે જવાબદાર લોકો સામે ઝડપી કાર્યવાહી કરવા અને પીડિત પરિવારને ન્યાય અપાવવા વિનંતી કરી છે. તેમણે એન્જલના પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે.પશ્ચિમ ત્રિપુરાના નંદનનગરના રહેવાસી અને એમબીએના અંતિમ વર્ષના વિદ્યાર્થી, ૨૪ વર્ષીય એન્જલ ચકમા પર ૯ ડિસેમ્બરના રોજ દેહરાદૂન ખાતે છ લોકોના જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, કારણ કે તેણે જાતિગત અપશબ્દોનો વિરોધ કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે ૨૬ ડિસેમ્બરના રોજ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે પાંચ આરોપીઓમાંથી છની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે માસ્ટરમાઇન્ડ હજુ પણ ફરાર છે.આ કેસમાં, આસામના મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટમાં લખ્યું, “દહેરાદૂનમાં ક્રૂર વંશીય અપમાનનો વિરોધ કરનાર એન્જલ ચકમાનું દુઃખદ મૃત્યુ હૃદયદ્રાવક અને અસ્વીકાર્ય છે. હું ઉત્તરાખંડના મુખ્યમંત્રીને ન્યાય મળે તે માટે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા વિનંતી કરું છું.”ઉત્તરાખંડ પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી, નેપાળી રહેવાસી, પોતાના દેશમાં પાછો ફરી શકે છે. શર્માએ પણ એક ટ્વીમાં ત્રિપુરાના મુખ્યમંત્રી માનિક સાહાને ટેગ કરીને શોક વ્યક્ત કર્યો છે. આ ઘટનાએ દેશભરમાં જાતિવાદ અને હિંસા સામે ઊંડી ચિંતા અને આક્રોશ ફેલાવ્યો છે.બીજી તરફ, આ કેસમાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ત્રિપુરા આદિવાસી નેતા અને ટિપ્રા મોથા સુપ્રીમો પ્રદ્યોત કિશોર માણિક્્ય દેબબર્માએ સોમવારે એન્જલ ચકમા હત્યા કેસના મુખ્ય આરોપીને પકડવામાં મદદ કરનાર કોઈપણ વ્યક્તિને ૧૦ લાખનું રોકડ ઇનામ જાહેર કર્યું. એક વીડિયો પોસ્ટમાં, પ્રદ્યોત દેબબર્માએ કહ્યું કે ઉત્તરાખંડ સરકારે માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવામાં મદદ કરનાર કોઈપણ વ્યક્તિને ૨૫,૦૦૦નું ઇનામ જાહેર કર્યું છે.તેમણે કહ્યું, “શું એન્જલ ચકમાની હત્યા પાછળના માસ્ટરમાઇન્ડની ધરપકડ માટે આ કિંમત છે? હું જાહેર કરું છું કે હું મારા પોતાના ખિસ્સામાંથી કોઈપણ વ્યક્તિને ૧૦ લાખ રૂપિયાનું દાન આપીશ જે મુખ્ય આરોપીની ધરપકડમાં મદદ કરશે.”ટિપ્રા મોથા પાર્ટી દ્વારા સંચાલિત ત્રિપુરા આદિવાસી ક્ષેત્ર સ્વાયત્ત જિલ્લા પરિષદે પણ મૃતકના પરિવારને ૩ લાખ રૂપિયાનું વળતર જાહેર કર્યું. ટીટીએએડીસીના ચીફ એક્ઝ્ક્યુંક્્યુટિવ સભ્ય પૂર્ણ ચંદ્ર જમાતિયાએ ફેસબુક પર લખ્યું કે આ પગલું આ દુઃખની ઘડીમાં એકતા, કરુણા અને સામૂહિક જવાબદારીનું પ્રતીક છે. તેમણે ઉમેર્યું, “અમારા વિચારો અને પ્રાર્થનાઓ મૃતકના પરિવાર સાથે છે.”







































