મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સપોનો પ્રારંભ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. તેમણે પ્રદર્શનના વિવિધ સ્ટોલ્સની મૂલાકાત લીધી હતી. ૨૫,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલા એક્સપોમાં ૪૦૦થી વધુ એક્ઝીબીસન બિટર્સ દવાઓ અને ફાર્મા પ્રોડક્ટ્સ તેમજ ઉત્પાદન મશીનરી-સાધનો પ્રદર્શિત કરશે
ફાર્મા એન્ડ લેબટેક એક્સપોની આ ૨૦માં એડિશનમાં કોનકરન્ટ ઇવેન્ટ્સ, કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ એક્સ્પો અને રો એન્ડ પેકેજિંગ મટિરિયલ એક્સ્પો ઉમેરવામાં આવ્યા છે. આ ક્ષેત્ર ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનો, મશીનરી અને સાધનોના પૂરક છે, તેથી ઔદ્યોગિક મુલાકાતીઓ માટે ઉપયોગી થશે.આ પ્રદર્શન ફાર્માસ્યુટિકલ મશીનરી અને સાધનો ઉત્પાદન ક્ષેત્ર અને ફાર્માસ્યુટિકલ્સ પેકેજિંગ, લેબ અને વિશ્લેષણાત્મક સાધનો, ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન, કોસ્મેટિક્સ, ન્યુટ્રાસ્યુટિકલ અને એપીઆઇ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. પ્રદર્શન વિસ્તારમાં પંપ, વાલ્વ, પાઇપ અને ફિટિંગ પર એક ખાસ પેવેલિયન પણ પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી આ એક્સપોનું ઉદઘાટન કર્યું તે અવસરે ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલ, અખિલ ભારતીય સંત સમિતિ પાળીયાદના ભયલુ બાપુ, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ ડા. પ્રશાંત કોરાટ, ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેટરના કમિશનર ડા. એચ. જી કોશિયા, કેન્દ્ર સરકારના ડેપ્યુટી ડ્રગ્સ કંટ્રોલર ડા. રવિકાંત શર્મા, આઈ.ડી.એમ.એ.ના ઇમિડીયેટ પાસ્ટ નેશનલ પ્રેસિડેન્ટ ડા. વિરંચી શાહ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.