મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના વિભાગો અને જિલ્લા કચેરીઓની કામગીરી જાણવા માટે કોઈપણ આગોતરી જાણ કર્યા વિના જિલ્લા કચેરીઓની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. સહયોગ સંકુલના બી-બ્લોકમાં આવેલી આ કચેરી સાથે જ કાર્યરત વાસ્મોની જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટ કચેરીની કામગીરીની વિગતો પણ મુખ્યમંત્રીએ આ ઓચિંતી મુલાકાત દરમિયાન મેળવી હતી. તેમણે હેલ્પલાઈન પર મળતી ઓનલાઈન ફરિયાદો અને તેના નિવારણ માટે કરવામાં આવતી કાર્યવાહીની જાણકારી પણ અધિકારીઓને પૂછપરછ કરીને મેળવી હતી. તેમજ ગ્રામીણ સ્તરની પાણી સમિતિઓની રજૂઆતો હલ કરવા માટે થતી કામગીરીની પણ સમીક્ષા કરી હતી અને અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.