કેન્દ્ર શાસિત પ્રદેશમાં પર્યટનને વેગ આપવા માટે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમાર અબ્દુલ્લાએ સાબરમતી રિવર ફ્રન્ટની મુલાકાત લીધી હતી. અને તેમણે આ જગ્યાને “સૌથી બેસ્ટ જગ્યા” કહી.
અબ્દુલ્લા આ ફેમસ સાબરમતી રિવર ફ્રન્ટ પર મો‹નગ વોક માટે ગયા હતા. ૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા હુમલા પછી કાશ્મીર પર્યટનને ખૂબ મોટો ફટકો પડ્યો છે. આ અંગે ટુર ઓપરેટરો સાથે વાતચીત કરવા અને ગુજરાતમાંથી કાશ્મીર પર્યટનને ફરી વેગ મળે તે અંગે વાત કરવા તેઓ ગુજરાતના પ્રવાસે છે.
અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા એકસ પર લખ્યું કે એક પર્યટન કાર્યક્રમ માટે અમદાવાદમાં હોવાથી મે અંહિયા ફાયદો લેવાનું નક્કી કર્યું અને હું સાબરમતી રિવરફ્રન્ટ પણ સવારે દોડવા ગયો. આ અત્યાર સુધીમાં મે મો‹નગ વોક માટે જાયેલી બેસ્ટ પ્લેસમાંથી એક છે. અંહિયા ઘણા મો‹નગ વોક માટે આવતા લોકો સાથે મે આ અંગે વાત કરીને મારી ખુશી વ્યક્ત કરી. હું અદભૂત અટલ બ્રિજ પાસેથી પણ ઝડપથી પસાર થવામાં કામયાબ રહ્યો”અબ્દુલ્લાના આ એક ટવીટથી ગંભીર મિશન માટે કરેલી તેમની ગુજરાત મુલાકાતને તેમણે એક લાઇટ એન્વાયર્મેન્ટ પૂરું પાડ્યું. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી જમ્મુ-કાશ્મીરના પર્યટકોમાં ફરીથી એ વિશ્વાસ જન્માવવા તેઓ ગુજરાતની મુલાકાતે છે.ઉલ્લેખનીય છે કે પહેલગામ હુમલામાં માર્યા ગયા ૨૬ લોકોમાંથી ઘણા ગુજરાતીઓ પણ હતા. ત્યારે આ મુલાકાત વધુ જરૂરી બની જાય છે.