સાણંદના જમીન-મકાનના દલાલને એક યુવતી સાથે મીઠી મીઠી વાતો કરવું ભારે પડ્યું હતુ. જમીન દલાલ હનીટ્રેપનો શિકાર બન્યો હતો. એક ગેંગે તેનું અપહરણ કરીને તેને સુરેન્દ્રનગરના રણમાં લઈ ગયા હતા, જ્યાં તેના છુટકારા માટે એક કરોડની ખંડણી લીધી હતી, અને તેના બાદ તેને મુક્ત કર્યો હતો. ત્યારે આ મામલે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે હનીટ્રેપની ફરિયાદ નોંધાઈ હતી.
સાણંદના જમીન દલાલને હનીટ્રેપમાં ફસાવી એક કરોડ પડાવાયા હતા. ફોનમાં મહિલાએ મીઠી મીઠી વાતો કરી જમીનદલાલને સુરેન્દ્રનગર મળવા બોલાવ્યો હતો. તેના બાદ યુવતીના ઘરમાં ચાર યુવકો ઘૂસી ગયા હતા, અને જમીન દલાલને પિસ્તોલ બતાવીને તેનું અપહરણ કર્યું હતું. તેના બાદ યુવતી સાથેના વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી. તેના બાદ રણકાંઠામાં લઈ જઈ અને રૂપિયા બે કરોડની માંગણી કરી હતી.
જમીન દલાલે પોલીસને જણાવ્યું કે, વીસ દિવસ પહેલા મારા મોબાઈલ પર એક યુવતીનો મેસેજ આવ્યો હતો. તેણે મને મિત્રતાની ઓળખ આપી હતી. જેના બાદ તેણે મિત્રતાના નાતે મને સુરેન્દ્રનગર મળવા બોલાવ્યો હતો. તેથી ૧૩ ફેબ્રુઆરીના રોજ હું ઉપાસના સર્કલ પાસે આવેલ એક ગલીના મકાનમાં ગયો હતો. અમે બંનએ પ્રેમભરી વાતો હતી. તેના બાદ તેણે મારા કપડા કઢાવ્યા હતા. આ બાદ દરવાજા ખખડ્યો હતો, અને ત્રણ લોકો ઘરમાં આવ્યા હતા. જેના બાદ તેઓએ રિવોલ્વર બતાવીને અમને ધમકાવ્યો હતો. તેના બાદ મારું અપહરણ કરીને મને કારમાં લઈ ગયા હતા. તેઓએ મને કહ્યુ હતું કે, તને જીવતા જવું હોય તો ૨ કરોડ આપવા પડશે. તેથી મેં મારા દીકરા પાસેથી ૧ કરોડ મંગાવ્યા હતા. મારો દીકરો મિત્રો અને સગા પાસેથી રૂપિયા લઈ આવ્યો હતો. જેના બાદ તે મને રૂપિયા આપીને નીકળી ગયો હતો. આ બાદ આરોપીઓએ મારી પાસેથી રૂપિયા લીધા હતા ને મને છોડી દીધો હતો. આ બાદ મેં પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.
એક કરોડ રૂપિયા પડાવી મારમારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. ભાવના ઉર્ફે અંજલી દશરથભાઈ ચાવડા તેમજ તોસીફ, સાહિલ, અરબાઝ અને આસિફ સહિત પાંચ શખ્સો સામે જમીન દલાલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.







































