માવજીંજવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા મેલેરિયા અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી ડો.બલદાનીયાના માર્ગદર્શન હેઠળ વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ગ્રામજનોને ડેન્ગ્યુ રોગથી બચવાના ઉપાયો વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. મચ્છરોના ઈંડાંનો નાશ કરવા ખાડા-ખાબોચિયાં માટીથી ભરી દેવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને પાણી ભરેલા વાસણો ઢાંકી દેવા જેવી બાબતો શીખવવામાં આવી હતી. આ ઉપરાંત ડેન્ગ્યુ તાવનાં લક્ષણો વિશે પણ માહિતી અપાઈ હતી. માવજીંજવા સુપરવાઈઝર ગૌરાંગ કુબાવતે માર્ગદર્શન આપ્યું હતું. જૂના વાઘણીયાના કર્મચારી CHO તેજલબેન ધકાણ, MPHW દીપક સાગઠીયા અને આશા બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.