લાઠી તાલુકાના માલવીયા પીપરિયા ગામે પ્રેમ લગ્નની અદાવતમાં બાપ-દીકરાને ગાળો આપી જાનથી મારવાની ધમકી આપવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે ભુપતભાઈ મનસુખભાઈ માંડવીયા (ઉ.વ.૪૬)એ તેમના જ ગામના વિવેક કાળુભાઈ માંડવીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની વિગત પ્રમાણે, ચાર મહિના પહેલા ભુપતભાઈના સાઢુભાઈનો દિકરો વિવેકની બહેનને સુરત ખાતેથી ભગાડીને લઈ ગયો હતો અને બંનેએ પ્રેમ લગ્ન કરી લીધા હતા. જેનું મનદુઃખ રાખી આરોપીએ તેમની દુકાને આવી મારી બહેનને ભગાડવામાં તમારો હાથ છે તેમ કહી તેમને અને તેના દિકરાને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારવાની ધમકી આપી હતી. લાઠી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ બી.પી.ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.