બિહારની રાજનીતિ હવે એક નવા વળાંક પર પહોંચી ગઈ છે. આ નવો વળાંક અપશબ્દો અને અભદ્ર ભાષાનો છે. દરભંગામાં રાહુલ ગાંધીની ‘મતદાર અધિકાર યાત્રા’ દરમિયાન, એક મંચ પરથી પીએમ મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ અપમાનજનક અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભાજપના કાર્યકરો વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. પટનામાં કોંગ્રેસ કાર્યાલયમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પણ ઘર્ષણ થયું છે. આજે આ મામલે રાહુલ ગાંધીનું નિવેદન બહાર આવ્યું છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું, “સત્ય અને અહિંસા સામે અસત્ય અને હિંસા ટકી શકતી નથી. ગમે તેટલું માર અને તોડવું હોય તેટલું માર અને તોડ. અમે સત્ય અને બંધારણનું રક્ષણ કરતા રહીશું. સત્યમેવ જયતે.”
વિરોધ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલયનો દરવાજા તોડીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો. આ પછી, બંને પક્ષો વચ્ચે લાકડીઓ અને પથ્થરમારાથી ઝઘડો શરૂ થયો. આ અથડામણમાં ઘણા કાર્યકરો ઘાયલ થયા, જેમાં કોંગ્રેસના એક કાર્યકર્તાનું માથું ફાટી ગયું. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાજપના કાર્યકર્તાઓએ તેમની ઓફિસમાં તોડફોડ કરી છે. તેમણે વાહનોના કાચ તોડી નાખ્યા અને લાકડીઓનો ઉપયોગ કર્યો. તે જ સમયે, ભાજપે દાવો કર્યો કે કોંગ્રેસના કાર્યકર્તાઓએ પહેલા પથ્થરમારો શરૂ કર્યો. રાહુલ ગાંધી વિરુદ્ધ પણ હ્લૈંઇ દાખલ
દરભંગા કેસમાં બિહાર પોલીસે આરોપી મોહમ્મદ રિઝવીની ધરપકડ કરી છે. પટણાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ પણ દાખલ કરવામાં આવી છે. ભાજપે આ ઘટનાની સખત નિંદા કરી છે.
ભાજપે તેને લોકશાહી માટે શરમજનક અને ભારતીય સંસ્કૃતિનું અપમાન ગણાવ્યું છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને કહ્યું કે આ તેમની હતાશા અને નીચતા દર્શાવે છે.