જાફરાબાદમાં ‘મારી સામે કેમ જુએ છે’ કહી માથામાં ધારદાર વસ્તુ મારવામાં આવી હતી. સાજીદભાઈ મહમદઅલી શેખ (ઉ.વ.૨૨) એ ઇમરાન હબસી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ હુસૈની ચોક પાસે ઇમરાન હબસીની દુકાનની બાજુમાં ઉભા હતા તે દરમિયાન આરોપીએ ‘મારી સામે કેમ જુએ છે’ તેમ કહી તેમને તથા સાહેદને શરીરે ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.








































