સાવરકુંડલાના ગોરકડા ગામે મજૂર બાબતે માથાકૂટ થઈ હતી અને સામસામી ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે શીવરાંગભાઈ મનુભાઈ ચાંદુ (ઉ.વ.૩૫)એ સાદુળભાઈ ભીમભાઈ ચાંદુ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તા.૧૮/૦૫/૨૦૨૫ના રોજ રાત્રીના આશરે દસેક વાગ્યાના અરસામાં તેઓ ગોરડકાથી દોલતી ગામ તરફ જતા રોડ ઉપર ચાલતા હતા તે દરમિયાન આરોપી સાદુળભાઈ ફોરવ્હીલ ગાડી લઈને જતા હતા અને તેમને ઉભા રખાવી પુછેલ કે, ‘તમે મારી વાડીએ મજૂર મોકલવાનું કહેતા હતા તો કેમ ન મોકલ્યા.’ સાદુળભાઈએ મને કહેલ કે, ‘મારી મરજી હું મજૂર મોકલું કે ન મોકલું.’ જે બાદ મોબાઈલ ફોનમાં તેમના ભાઈને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા અને તે મને પણ ફોનમાં જેમફાવે તેમ બોલ્યા હતા. જે બાદ સાદુળભાઈ ભીમભાઈ ચાંદુ (ઉ.વ.૫૧) ગૌરાંગભાઈ મનુભાઈ ચાંદુ તથા શીવરાંગભાઈ મનુભાઈ ચાંદુ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તે દોલતીની સીમમાં આવેલ વાડીએ તેઓની ફોરવ્હીલ લઇને જતા હતા દરમિયાન ગોરડકાથી દોલતી ગામ તરફ જતા રોડે નદીના નાળા પાસે કૌટુંબીક ભાઇ ગૌરાંગભાઈ ચાંદુ સામેથી ચાલીને આવતા હોય તેઓએ ફોરવ્હીલ ગાડી ઉભી રખાવી હતી. તેમણે ‘મારી વાડીએ મજૂર કેમ ન મોકલ્યા’ તેમ કહી મને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ અને મારા મોબાઈલ ફોનમાં ગૌરાંગભાઈ તથા તેના નાના ભાઈ શીવરાંગભાઈ બન્નેએ ભેગા મળી ફોન કરી જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા.