રાજુલા ડોળીના પટમાં રહેતા રજાકભાઈ કરીમભાઈ લઠ્ઠા (ઉ.વ.૬૦)એ જાહેર કર્યા મુજબ, તેમના દીકરા રિઝવાનભાઈ (ઉ.વ.૩૦)ને પોલીસ સ્ટેશને પૂછપરછ માટે બોલાવ્યા હતા. ફરીવાર આધાર પુરાવા સાથે પોલીસ સ્ટેશને પૂછપરછ માટે બોલાવવામાં આવતાં તેમના દીકરા રીઝવાનભાઇને લાગ્યું કે તેમની ઉપર રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો રજી. થશે તો મારી આબરૂ જશે અને બદનામી થશે એવુ મનમાં લાગી આવતા પોતાની મેળે પોતાના ઘરે ઓસરીમાં પડેલ એસિડની બોટલમાંથી થોડું એસિડ પી લીધું હતું. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.કે. વરૂ વધુ તપાસ કરી
રહ્યા છે.