રાજુલામાં ડોળીના પટ્ટ વિસ્તારમાં રહેતા ઈમરાનભાઈ બાબુભાઈ શેખડા (ઉ.વ.૩૩)એ પ્રવિણભાઈ ડેર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ઈમરાનભાઈ બાબુભાઈ શેખડા કુમારશાળા નં-૧માં સ્કૂલ મેનેજમેન્ટ કમિટીનો અધ્યક્ષ છું અને શાળાના બાળકોના વાલીઓ દ્વારા કુમારાશાળામાં ફરજ બજાવતા હંસાબેન ભુવા જે પ્રવિણભાઇ ડેરના પત્ની હોય તેમના વિરૂધ્ધમાં અરજી કરવામાં આવી હતી. જે અરજીમાં હોદ્દાની રૂએ મેં પણ સહી કરી હતી.જે બાબતનો રાગ-દ્વેષ રાખી આરોપીએ આવીને તેમને મારા પત્નીની અરજીમાં શા માટે સહી કરી? તેમ કહી જેમફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. તેમણે ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઇને આડેધડ ઢીકાપાટુનો મુંઢમાર પણ માર્યો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.વી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.