માનવ બની માનવને હણે છે?… હે માનવ.., તને હૈયું નથી કે શું? તને તો કુદરતે તારી વેદના અન્યને કહેવા માટે વાચા આપી પરંતુ… આજે તું અબોલ જીવને હેરાન કરે છે.., તું ભાન ભુલી ગયો કે શું? અન્ય જીવને તો તે હેરાન કર્યા પરંતુ તું આજે તારા જેવા માનવોને જ ષડયંત્ર કરી મૃત્યુને ઘાટ ઉતારવા કાર્ય કરી રહ્યો છો…? જરૂર આજે ફરી તું વિનાશના માર્ગે જઈ રહ્યો છો. જેણે તને જીવન આપવા માટે…, જેણે તને જીવનના અમૂલ્ય શ્વાસ આપવા માટે વારંવાર પોતાના અસ્તિત્વની આહુતિ આપી એવા
વૃક્ષ-વનસ્પતિઓને પણ તું આજે નષ્ટ કરવા જઈ રહ્યો છે.. જરૂર તું તારા જ વિનાશના માર્ગે જઈ રહ્યો છે. દરેક બાબતમાં આભલા સમાન સ્પષ્ટતાની પ્રકૃતિ ધરાવનાર હે માનવ આજે તું ષડયંત્ર રચતો થઇ ગયો છે…, જરૂર તું માનવતા ચૂકી ગયો છે.
ઉપરની પંક્તિઓ જોઈ-વાંચી, સમજી-સાંભળી ને અત્યારના માનવજીવનની અનેક વાસ્તવિકતા નજરે જોવા મળે છે. જયારે ભારત દેશ આજે વિશ્વગુરુ બનવા માટે વાયુ વેગે આગળ વધી રહ્યો છે ત્યારે આપણા જ વચ્ચે રહેતા વિધર્મીઓનો મૂળમાંથી જ નાશ કરવો અત્યંત જરૂરી છે. કારણ કે વિધર્મી અને રાષ્ટ્ર વિરોધી વિચારધારા ધરાવતા અમુક માનવીને કારણે સમગ્ર માનવસમાજ તેનો ભોગ બને છે અને સાચા રાષ્ટ્રવાદી માનવીઓ ઉપર પણ સમાજ શંકાની નજરે જોવે છે. ક્ષણિક વિચારીએ તો આપણે એ વાત સરળતાથી અને સ્વાભાવિક રીતે જ સ્વીકારી લેશું કે..; જે માનવમાં દયા નથી…, જે માનવમાં કોઈ પ્રત્યે લાગણી નથી…, જે માનવના હૈયામાં અન્ય જીવ પ્રત્યે સહાનુભૂતિ નથી એ નક્કી માનવી તો નથી જ. એ જરૂર વિધર્મી જ છે. એ જરૂર એક માનવના રૂપમાં રાક્ષસ છે. આ વાત હિન્દુસ્તાનનો પ્રત્યેક નાગરિક જો ક્ષણિક વિચારે તો આ વાસ્તવિકતાને કોઈ પણ ધિક્કારી શકે નહી. અને સ્વાભાવિક રીતે સહમત જ થાય.
પરંતુ એક ભારતીય એ છે જેમનું જીવન રાષ્ટ્રવાદની વિચારધારાથી ઝળહળતું હોય. વિશ્વના કોઈ પણ ખૂણે તમે જાવ પરંતુ માનવતા અને સહાનુભૂતિ આપવામાં જો કોઈ પણ દેશ અગ્રેસર હોય તો એ માત્ર ને માત્ર ભારત છે. કારણ કે; આ જ તો ભારતીય સંસ્કૃતિ છે.., આ જ તો ભારતીય સંસ્કાર છે. ભવ્ય ભારતની ઓળખ વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ, ભારતીય સંસ્કાર, દયા, માનવતા, દરેક જીવ પ્રત્યે સહાનુભૂતિના ગુણો અને પ્રકૃતિથી થાય છે.
આવો સૌ સાથે મળીને એક ગૌરવવંતા ભારતની ઓળખ સમગ્ર વિશ્વને ફરીવાર આપીએ. દરેક પ્રત્યે સહાનુભૂતિ દાખવી મદદરૂપ બનીએ. પર્યાવરણથી લઈને જીવોનું રક્ષણ કરીએ. દરેક માનવને દુશ્મન બનાવવા કરતા માનવ બનાવીએ. દરેકના હૃદયમાં માનવતાના દીપ પ્રગટાવીએ અને તેનો પ્રકાશ સમગ્ર વિશ્વ પર પાથરીએ અને માનવતાને જીવંત કરીએ. આપણને ઈશ્વરે માનવ તરીકે આ જીવન આપ્યું છે તો માનવતાથી જીવીએ. આ જીવન વ્યર્થ ના જાય માટે રાષ્ટ્ર માટે જીવીએ. હૈયે હૈયે માનવતાના અજવાળા કરીએ અને એક રાષ્ટ્રની ભાવના સાથે નિષ્ઠાથી કાર્ય કરીએ. ભારતને વિશ્વગુરુ બનાવવા માટે ભારતની મૂળભૂત પ્રભાવશાળી, માનવતાથી ભરપૂર, પરોપકારની ભાવનાયુક્ત, સમર્પણની ભૂમિના પ્રતાપવાળી, વારંવાર વંદન કરવાનું મન થાય એવી શાંતિયુક્ત, સમૃદ્ધિના શિખરે પહોંચેલી અને સમાનતાની દ્રષ્ટિવાળી, આધ્યાત્મિકતાની સાથે આધુનિકતા ધરાવનાર સંસ્કૃતિ અને સંસ્કારને ફરીવાર અપનાવીએ અને વિશ્વમાં પ્રસરાવીએ… અને ભારતને વિશ્વગુરૂ બનાવીએ. વંદે માતરમ્‌.