માતૃભાષાના પ્રખર સંવર્ધક અને પ્રચારક માધવ ગઢવી ગુજરાતી સાહિત્યના ઉત્સાહી વાચક અને મીમાંસક છે. ગઢવી એટલે સરસ્વતીના ઉપાસકો હોય જ. તેઓની કલમમાં મા સરસ્વતી અને શારદાનો વાસ છે. માધવ ક્યાંય નથી, માત્ર મધુવન અને સાહિત્યવનમાં છે. તેઓ ભાષાવિદ્ની સાથે સાથે સારા લેખક છે. અત્યાર સુધી તેમના ત્રણ પુસ્તકો પ્રકાશિત થયા છે તેવા માધવસિંહ કે. ગઢવી, મદદનીશ શિક્ષક એન.એમ. પટેલ હાઈસ્કૂલ આંત્રોલી તા.કપડવંજ જી.ખેડા મો.૯૪૩૭૫૪૭૪૨૧ માં નિજાનંદની જેમ શિક્ષણની સાધના કરતું વ્યક્તિત્વ છે. તેમના ત્રણ પુસ્તકો વાચક વર્ગને રસાસ્વાદ કરાવશે. તેમના ત્રણ પુસ્તકો જે પ્રકાશિત પુસ્તકો..૧ – ‘મારા શમણે ઊગેલ વાતો’
૨ – ‘ત્રણ પંક્તિના સત્તર અક્ષર’ ૩ – ‘મન દરિયાની સફરે’ પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેઓની ભાષા ઉપરની પક્કડ અદ્ભુત છે. તેમનું વિવેચન અને વિશ્લેષણ વાચક વર્ગને પ્રેરણા આપે એવું હોય છે. પોતાના સૌમ્ય અને આનંદિત સ્વભાવથી સાહિત્યની યાત્રા નિરંતર વહાવ્યા કરે છે. મૃદુ અને પ્રેરણાશીલ વ્યક્તિત્વ તરીકે સાક્ષરનગરી કપડવંજની અસ્મિતાને શણગારી છે. વતન ચારણીયા ગામનું રતન સાહિત્ય સર્જનથી શોભા વધારી રહ્યું છે.
ભાષા શિક્ષક તરીકે ૨૩ વર્ષથી શ્રી એન.એમ. પટેલ હાઇસ્કૂલ, આંત્રોલીમાં એક સાધકની જેમ ભાષાનું ભાથું ગ્રામ્ય બાળકોમાં કંડારી રહ્યા છે. તેમનું ચોથું પુસ્તક “કલમની પાંખે ઉડતી વાર્તાઓ” પ્રકાશિત થનાર છે. વાચક વર્ગને વાંચવા માટે જીજીવિષા ઉભી કરશે. તેમની વાર્તાઓમાં ગ્રામ્યજીવનને ઉજાગર કરવું, પ્રકૃતિ અને પ્રણય બંનેનો વિનિયોગ તેમના પુસ્તકમાં વાચક વર્ગને જોવા મળશે. તેમની સર્જનકલા સંજીવની સમાન રહી છે. એક અભ્યાસુ, ચિંતક અને ભાષાવિદ્ શિક્ષક તરીકે પોતાની આવડતને ધૂણી ધખાવીને સાહિત્યના બીબામાં ઢાળવાની કલા કૌશલ્યતા અનન્ય છે.
મોરારીબાપુના શબ્દોમાં કહીએ તો “શિક્ષક અર્ક વાળો, તર્ક વાળો અને સતત સંપર્ક વાળો હોવો જોઈએ”. માધવ ગઢવી રાજ્ય લેવલે કાર્યકર્તા હોવા છતાં તેમની કલમ અવિરત ચાલતી રહે છે. તેમનું પુસ્તક વાચક વર્ગને ઉપયોગી નિવડશે. ગુજરાતી સાહિત્યના ધૂમકેતુ પોતાની વાર્તાઓ થકી વાચક વર્ગને વાંચવા માટે મજબૂર કરે છે તેમ તેવું જ આ વ્યક્તિત્વ એટલે માધવ ગઢવી…
માધવ ગઢવીને તેમના ચોથા પુસ્તક ‘કલમની પાંખે ઉડતી વાર્તાઓ’ માટે શબ્દ દેહે શુભકામનાઓ પાઠવું છું. એક શિક્ષક પોતાની કર્મ ગતિ દ્વારા સાહિત્યની સેવા એ જ ધર્મ સમજી કાર્ય કરે તે જ સૌથી મોટો એવોર્ડ છે. વ્હાલા માધવ ગઢવી ખેડા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક છે. આપને રાજ્યનો પારિતોષિક પ્રાપ્ત થાય અને સાહિત્ય ક્ષેત્રે ઊંડું ખેડાણ કરો તેવી મા સરસ્વતીને પ્રાર્થના કરું છું અને શુભેચ્છા પાઠવું છું.
એક આદર્શ અને પ્રેરણામૂર્તિ શિક્ષક તરીકે માધવ ગઢવી કાર્ય કરે છે. કોઈપણ કાર્યક્રમ હોય ત્યારે તેમના એન્કરિંગમાં ભાષા અને સાહિત્યની મોજ દર્શકોને પ્રાપ્ત થતી હોય છે. દુલાભાયા કાગની વાણીમાં અદ્ભુત ઉદ્ધોષક તરીકે બોલી શકે છે. સરકારની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં તેમના જ્ઞાનનો લાભ આપે છે. વાંચન, લેખન અને ચિંતન તેમનો રસનો વિષય છે. પોતાના માતાશ્રીની અસીમ કૃપાથી આજે સાહિત્ય સર્જન કરી રહ્યા છે. સાધુ જેવું જીવન વ્યતિત કરે છે. ધર્મપત્નીના સ્વર્ગવાસ પછી તેઓ તેમના દીકરાને માતા અને પિતાનો પ્રેમ સંપાદન કરી રહ્યા છે. પોતાનું સમગ્ર જીવન સાહિત્ય અને પ્રકૃતિ સાથે અનુબંધ બાંધીને જીવી રહ્યા છે.
ગ્રામ્ય પ્રકૃતિને ઉજાગર કરવા માટે સતત પ્રયાસ કરે છે. પુસ્તકોનું સર્જન કર્યા પછી પણ સમયસર વાંચન કરવું, લેખન કરવું અને તે પ્રમાણે તેને પોતાની મૌલિક શૈલીમાં કંડારવાની કલા માં ભગવતીએ તેમનામાં નિર્માણ કરેલ છે. ખેડા જિલ્લાના રત્ન સમા માધવ ગઢવી એક આદર્શ અને પ્રેરણામૂર્તિ શિક્ષક છે.
ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨