૨૬ ઓગસ્ટના રોજ માછીમારો, ફિશરીઝ એસોસિએશનના સભ્યો, એડી ફિશરીઝ, એસઓજી, મરીન પોલીસ જાફરાબાદ, મરીન પોલીસ અલંગ, મરીન પોલીસ પીપાવાવ અને કમાન્ડિંગ ઓફિસર આઈસીજીએસ પીપાવાવ અધિકૃત જિલ્લા કલેક્ટર અમરેલીની હાજરીમાં બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન તમામ માછીમારોને દરિયામાં જીવન સલામતીનું પાલન કરવા અને પૂરતા પ્રમાણમાં જીવન બચાવનારા સાધનો લાઈફજેકેટ, ટ્રાન્સપોન્ડર વગેરે રાખવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. એડી ફિશરીઝ (જાફરાબાદ)ને બિન-કાર્યકારી ટ્રાન્સપોન્ડરો કાર્યરત કરવા અને જાફરાબાદમાં બધી બોટનું એક વખતનું ચેકિંગ શરૂ કરવા માટે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. એસડીએમ રાજુલાએ તમામ માછીમારોને પુરતા પ્રમાણમાં લાઈફજેકેટ લઈને જવા અને મૂલ્યવાન ટોકન સાથે દરિયામાં જવા માટે પણ જાગૃત કર્યા હતા.