કહેવત છે જર, જમીન અને જારું ત્રણેય કજિયાના છોરુ. મહેસાણામાં જમીનનો વધુ એક વિવાદ પ્રકાશમાં આવ્યો છે. આ વિવાદમાં મહેસાણામાં જમીન પચાવી પાડવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. ભળતા નામવાળા ઇસમોએ જમીન પચાવી પાડવાનો ખેલ કર્યો છે. મહેસાણાના કડી તાલુકાના કૈયલ ગામની આ ચકચારી ઘટના બની છે. રમેશ આત્મારામ પટેલના ભળતા નામનો શખ્સે લાભ ઉઠાવ્યો છે.
જમીનના રેકર્ડવાળી ખોટી પાવર ઓફ એટર્ની બનાવી દેવાઈ હતી. જમીન કૌભાંડના કેસમાં કુલ છ ઇસમો સામે ફરિયાદ નોંધાઈ છે. નંદાસણ પોલીસ સ્ટેશનમાં ૬ ઇસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ મહેસાણામાં કડી કોર્ટ સંકુલમાં ખેડૂતે દવા પી લેતા ચકચાર મચી ગઈ છે. જેમાં બાવલુના ખેડૂતે કોર્ટ સંકુલમાં જ દવા પી લીધી હતી. ખેડૂતે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઈ હતી. તપાસમાં ખેડૂતનું નામ કરસન ઠાકોર હોવાનું બહાર આવ્યું છે. ઝેરી દવા પીધા બાદ તબિયત લથડતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
તપાસમાં કોર્ટમાં કેસ ચાલુ હોવા છતા જમીન ખાલી કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. જેમાં જમીન ખરીદનાર જમીનનો કબજા લેવા પહોંચ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જમીન ખરીદનાર પોલીસ સાથે જમીનનો કબજા લેવા પહોંચ્યો હતો. જેમાં પોલીસ દ્વારા જમીન ખાલી કરાવવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
આના પગલે પોલીસ દ્વારા જમીન ખાલી કરાવવા મામલે વિવાદ સર્જાયો હતો. બારોબાર જમીન ખરીદનાર પોલીસ સાથે જમીનનો કબજા લેવા પહોંચ્યા હતા. જેમાં ધાકધમકી આપી બળજબરીથી જમીન ખાલી કરાવવા મુદ્દે દવા પીધી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે પોલીસની ભુમિકા સામે સવાલો ઉભા થયા છે.