મહેસાણાનાં કડીમાં બાવલુના વેકરામાં બિલ્ડર પર હુમલો કરાવવામાં આવ્યો હતો. હુમલાનાં કેસમાં ૩ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. સમગ્ર કેસની તપાસ ડીવાય એસપી મિલાપ પટેલને સોંપાઇ છે.
મહેસાણાનાં કડીમાં થોડા દિવસ અગાઉ બાવલુના વેકરામાં અમદાવાદના બિલ્ડર મનન પટેલ પર ૧૫ જેટલા લોકોએ હુમલો કર્યો હતો, બાદમાં મનન પટેલે અનેક અરજીઓ કરવા છતાં કડી પોલીસે ફરિયાદ નોંધી નહોતી. ઉપરાંત કેસમાં ૩ પીએસઆઇ આરોપીઓની તરફેણ કરતા હોવાનાં આક્ષેપ કરાતા નિષ્પક્ષ તપાસ માટે સમગ્ર કેસની તપાસ ડીવાયએસપી મિલાપ પટેલને સોંપાઇ છે. હુમલાના કેસમાં ૩ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે.
મનન પટેલે વેકરા ગામે વરખડીયાની સીમમાં ૨૦૨૧-૨૨ માં જમીન વેચાણ લીધી હતી. આરોપી મેહુલ રબારીએ જમીન પોતાના નામે કરી લીધી હતી. સમગ્ર મામલે કડી કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે અદાવત રાખી ફરિયાદી પર હુમલો કરાયો હતો.
બાવલુ પો.સ્ટે.ના પીએસઆઇ એમ વી દેસાઈની અરવલ્લી બદલી કરાઈ છે, તરુણસિંહ, ધવલસિંહ, દિલીપ રબારીની હેડ ક્વાર્ટર બદલી કરાઈ છે. મેહુલ રબારી સહિત ૧૫ શખ્શોએ હુમલો કર્યો હતો. બિલ્ડર પર હુમલાની ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાયું હતું. પોલીસ દ્વારા હુમલો કરનારા ૮ આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. વેચાણ રાખેલી જમીન માથાભારે ઈસમે પોતાના નામે કરાવી લીધી હતી. જમીન માલિકી મેળવવા કડી કોર્ટમાં દાવો દાખલો કર્યો હતો. મનન પટેલ નામના બિલ્ડર અને ભાગીદારોએ આ જમીન પોતાની હોવાનો દાવો કર્યો હતો. કોર્ટના હુકમથી જમીનનું પંચનામું કર્યું હતું. પંચનામાંનું મનદુઃખ રાખી મેહુલ રબારી સહિત ૧૫ લોકોએ લાકડીઓ, ધારીયા અને છરી જેવા પ્રાણઘાતક હથિયારોથી જમીન માલિક-ભાગીદારો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.
હુમલાખોરોએ માથામાં મારી બંનેના પગ તોડી નાખ્યા અને કમરનો મણકો તૂટી ગયો હતો. શરીર ઉપર પહેરેલા દાગીના અને ઘડિયાળ તોડી નાંખ્યા હતા. મેહુલ રબારી સહિત ૧૫ ઈસમો સામે બાવલું પોલીસ સ્ટેશનમાં મનન પટેલ અને રિપલ પટેલ દ્વારા ફરિયાદ નોંધાઈ છે. જીવલેણ હુમલા અને હત્યાના પ્રયાસમાં જીવલેણ હુમલો કરનાર મુખ્ય આરોપી મેહુલ રબારી સહિત કુલ ૮ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે.