સાવરકુંડલા શહેરમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ સાવરકુંડલા એસટી ડેપોમાં નવનિર્મિત અત્યાધુનિક એસટી વર્કશોપનું લોકાર્પણ કર્યું. આ પ્રોજેક્ટ રૂપિયા ૪ કરોડ ૧૨ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ સાવરકુંડલા શહેર અને તાલુકાના સંગઠનના પદાધિકારીઓ અને એસટીના અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. નવું એસટી વર્કશોપ સાવરકુંડલાના મહુવા રોડ પર આવેલા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના એસટી ડેપોમાં બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ શહેરના વાહન વ્યવહાર માળખાને વધુ મજબૂત બનાવશે અને સ્થાનિક લોકોને બહેતર સેવાઓ પૂરી પાડવામાં મદદરૂપ થશે.કાર્યક્રમમાં એસટીના વિભાગીય નિયામક પી.વી. ધામા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.