મહુવા તાલુકાના પઢીયારકા ગામનો એક યુવક કેફી પીણું પીધેલી હાલતમાં મોટરસાયકલ ચલાવતા પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. ડુંગર પોલીસ સ્ટેશન ટીમે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પઢીયારકા ગામના ઇસમને ઝડપી પાડ્યો હતો. આરોપી પોતાના હવાલાનું કાળા કલરનું બજાજ ડિસ્કવર મોટરસાયકલ (નંબરઃ ય્ત્ન ૧૮ ઝ્રછ ૬૯૯૦) લઈને નીકળ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે, આરોપીએ કોઈ પણ પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલું હતું અને નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યો હતો. અમરેલીમાં નાગનાથ બસ સ્ટેન્ડ પાસેથી એક યુવક ટ્રાફીક અડચણરુપ તથા જોખમરૂપ થાય તે રીતે રાખી મળી આવ્યો હતો.






































