મહીસાગર જિલ્લામાંથી કંપાવી નાખે તેવી હત્યાની ઘટના સામે આવી છે. લુણાવાડા તાલુકાના સાત તળાવ ગામ ખાતે એક ખેડૂત યુવાન પર કુહાડીના ૭થી વધુ ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી છે. ખેતરમાં રાત્રિ દરમિયાન તાપણું કરતા સમયે અજાણ્યા શખ્સ દ્વારા જીવલેણ હુમલો કરાયો હોવાની માહિતી સામે આવી છે.મળતી માહિતી મુજબ, સાત તળાવ ગામના ખેડૂત યુવાન રાત્રિના સમયે ખેતરમાં રક્ષણ માટે તાપણું કરી રહ્યો હતો. એ દરમિયાન અજાણ્યા હુમલાખોરે અચાનક હુમલો કરી સમીર પટેલ પર કુહાડીના એક પછી એક ઘા ઝીંક્્યા હતા. હુમલો એટલો નિર્દય હતો કે ઘટનાસ્થળે જ યુવકનું મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં જ મહિસાગર જિલ્લા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. લુણાવાડા તાલુકાના સાત તળાવ ગામમાં કેનાલ પાસે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. પોલીસે ઘટના સ્થળની તપાસ શરૂ કરી છે.પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને પીએમ પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. પોલીસે આસપાસના વિસ્તારોના ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ તપાસ માટે મેળવ્યા છે. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે અંગત અદાવતમાં આ હત્યા કરવામાં આવી હોઈ શકે છે, જાકે તમામ પાસાઓથી તપાસ ચાલી રહી છે.ખેડૂત યુવાનની આવી રીતે નિર્મમ હત્યા થતાં સાત તળાવ ગામમાં શોક અને ભયનો માહોલ સર્જાયો છે. રાત્રિ દરમિયાન ખેતરમાં રક્ષણ કરતા ખેડૂતની હત્યા થવાથી સ્થાનિક લોકોમાં અસુરક્ષાની લાગણી પણ ઉભી થઈ છે.