લુણાવાડા તાલુકાના ભેસાવડા ગામે બે દિવસ પહેલા ગુમ થયેલા એક વૃદ્ધનો મૃતદેહ ગામના એક અવાડા કૂવામાંથી મળી આવ્યો છે. આ ઘટના મામલે પહેલા એવુ અનુમાન લગાવાયું હતું કે, તળાવમાં રહેતા મગર આ યુદ્ઘને તળાવમાં ખેંચી ગયા હતા. જે બાબતે ગામમાં ભયનો માહોલ સર્જ્‌યો હતો, જાકે હવે વૃદ્ધનો મૃતદેહ તળાવમાંથી નહીં પણ, એક કૂવામાંથી મળી આવતા પોલીસે આ ઘટનાને પગલે હત્યા છે કે આત્મહત્યા અંગેની તપાસ શરુ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બે દિવસ અગાઉ આ વૃદ્ધ બકરા ચરાવવા માટે ગામની નજીકના તળાવના કિનારે ગયા હતા. ત્યાર બાદ તેઓ ઘરે પરત ન ફરતાં ગામમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ આ વૃદ્ધની શોધખોળ શરૂ કરી શરુ કરી, દરમિયાન પ્રાથમિક અનુમાન લગાવાયું કે, આ યુદ્ધને તળાવમાં રહેતા મગર ખેંચી ગયો હશે. જેથી ફાયર ફાઈટરની ટીમે તળાવમાં જ શોધખોળ હાથ ધરી હતી.

છેલ્લા ૨ દિવસની ભારે જહેમત બાદ પણ ફાયરની ટીમને તળાવમાંથી કશું મળ્યું નહીં, જેથી ગામમાં વિવિધ અવાવરુ જગ્યાએ તેમની શોધખોળ શરુ કરાઈ હતી. દરમિયાન આજે, રવિવારે સવારે ગામના એક અવાડા કૂવામાંથી આ વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ લુણાવાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી આગળની કામગીરી હાથ ધરી છે.

આ ઘટનાએ ગામમાં અનેક સવાલો ઉભા કર્યા છે. પહેલા અવું અનુમાન લગાવાયું હતું કે, વૃદ્ધ કૂવામાં પડી ગયા હશે. પરંતુ હવે યુદ્ધનો મૃતદેહ તળાવની જગ્યાએ કુવામાંથી મળી આવતા હવે લોકો હત્યા કે આત્યહત્યાની શંકા વ્યક્ત કરી રહ્યા છે. જાકે આ બનાવનું સાચું કારણ તો પોલીસ તપાસમાં જ બહાર આવશે તે માટે લુણાવાડા પોલીસે આસપાસના લોકોના નિવેદનો લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

આ ઘટનાએ ભેસાવડા ગામમાં શોક અને ચિંતાનો માહોલ સર્જ્‌યો છે. વૃદ્ધના પરિવારજનો ગમગીનીમાં છે. હાલ આ મામલે હત્યા, આત્મહત્યા અને અકસ્માત એમ તમામ દિશામાં દિશામાં તપાસ કરી ચાલી રહી છે. બીજી તરફ કૂવામાંથી કાઢેલા મૃતદેહને પણ  પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે, એટલે તેના રિપોર્ટના આધારે અને ફોરેન્સક તપાસ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે.