ખાંભાના મોટા બારમણ ગામે એક મહિલાને હાથમાં પતરુ મારીને ઈજા પહોંચાડી હતી. બનાવ સંદર્ભે રેખાબેન અમીતભાઈ નાગર (ઉ.વ.૨૮)એ રાહુલભાઈ ગગજીભાઈ નાગર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ સાહેદ જાગુબેનના ઘરે ગયા હતા. તે દરમ્યાન આરોપી દારૂ પીને કોઇ કારણસર સાહેદ જાગુબેન તથા દિનેશભાઇને ગાળો આપતા હતા અને લાકડા વડે માર મારતા હતા. આ દરમ્યાન તેઓ સાહેદ જાગુબેનને બચાવવા વચ્ચે પડતા આરોપીએ તેના હાથમાં પતરૂ લઇ જમણા હાથના બાવડે કોણી પાસે પતરૂ મારી ઈજા પહોંચાડી હતી. જમણા હાથ ઉપર ત્રણ ટાંકા લાવી તથા સાહેદ જાગુબેન તથા દિનેશભાઇને મુંઢ ઇજાઓ કરી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.પી. ગાજીપરા વધુ તપાસ કરી રહ્યા છે.