ફરી એક અજીબોગરીબ કેસ સામે આવ્યો છે. જેમાં કોલકાતા હાઈકોર્ટે કહ્યું છે કે નશાની હાલતમાં સગીરના સ્તનને સ્પર્શ કરવાનો પ્રયાસ પોક્સો એક્ટ હેઠળ બળાત્કારનો પ્રયાસ નથી. આ માત્ર જાતીય અપરાધની શ્રેણીમાં આવે છે. જસ્ટીસ અરિજિત બેનર્જી અને જસ્ટીસ બિસ્વરૂપ ચૌધરીની ડિવિઝન બેન્ચે ટ્રાયલ કોર્ટ દ્વારા પોસ્કો હેઠળ આરોપીને દોષિત ઠેરવવાના અને સજાના આદેશને સ્થગિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. નીચલી અદાલતે આરોપીને ૧૨ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
ખંડપીઠે એવું પણ જણાવ્યું છે કે પીડિતાના મેજિકલ તપાસથી એ સ્પષ્ટ થતું નથી કે આરોપીએ દુષ્કર્મ કર્યું કે દુષ્કર્મનો પ્રયાસ કર્યો છે. બેન્ચે કહ્યું કે આવા પુરાવા પોસ્કો એક્ટ, ૨૦૧૨ ની કલમ ૧૦ હેઠળ ગંભીર જાતીય હુમલાના આરોપને યોગ્ય ઠેરવી શકે છે પરંતુ બળાત્કારના પ્રયાસના ગુનાને સૂચવતા નથી. ખંડપીઠે કહ્યું કે જા અંતિમ સુનાવણી પછી આરોપ ‘ગંભીર યૌન ઉત્પીડન’ પૂરતો સીમિત કરવામાં આવે તો આરોપીની સજા ૧૨ વર્ષથી ઘટાડીને પાંચથી સાત વર્ષ કરવામાં આવશે.
અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટે પણ આવો જ આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે સગીર પીડિતાના સ્તન પકડવા, તેના પાયજામાની દોરી તોડવી અને તેને કલ્વર્ટની નીચે ખેંચવાની કોશિશને બળાત્કાર અથવા બળાત્કારનો પ્રયાસ કહી શકાય નહીં. કાસગંજના પટિયાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં આકાશ અને અન્ય બે આરોપીઓની ફોજદારી રિવિઝન અરજીને આંશિક રીતે સ્વીકારતી વખતે ન્યાયમૂર્તિ રામ મનોહર નારાયણ મિશ્રાએ આ ટિપ્પણી કરી હતી.
હાઈકોર્ટે કહ્યું કે આરોપીઓ પર લાગેલા આરોપો અને કેસના તથ્યોના આધારે આ કેસમાં બળાત્કારના પ્રયાસનો ગુનો બનતો નથી. તેના બદલે તેઓને આઇપીએસની કલમ ૩૫૪ હેઠળ સમન્સ પાઠવી શકાય છે, જે પીડિતને કપડાં ઉતારવાના અથવા તેને નગ્ન થવા માટે મજબૂર કરવાના ઇરાદા સાથે હુમલો અથવા દુર્વ્યવહાર કરવા અને પોસ્કો એક્ટની કલમ ૯ હેઠળ સમન્સ મોકલી શકે છે.