મહી પરિક્ષેત્ર યોજના હેઠળ કાતરગામ અને બારપટોળીથી નજીક હોવા છતાં, ભાવનગરના સિંચાઈ અધિકારીઓએ સરોવડા તળાવને પાંચ કિલોમીટરથી દૂર દર્શાવી યોજનામાંથી બાકાત રાખ્યું છે. વાસ્તવમાં બારપટોળીથી અંતર માત્ર બે કિલોમીટર હોવા છતાં, સ્થળ તપાસ કર્યા વિના જ ખોટા રિપોર્ટ તૈયાર કરાયા હોવાના આક્ષેપો છે. અનિરુધ્ધભાઇ અને કરશનભાઈએ વારંવારની રજૂઆત છતાં અધિકારીઓ આગેવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જો સરોવડાનું તળાવ ભરાય અને ઊંડું કરવામાં આવે, તો અનેકાગવદર, ભટવદર અને કંથારીયા જેવા પાંચ ગામોની હજારો એકર જમીનને કાયમી સિંચાઈનો લાભ મળી શકે તેમ છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને મંત્રી કૌશિકભાઈ વેકરીયા નવેસરથી સર્વે કરાવી ખેડૂતોને ન્યાય અપાવે તેવી રજૂઆત કરાઈ છે.