મહારાષ્ટ્રમાં શિવસેનાના અધિકાર વિશે આજે સુપ્રીમ કોર્ટમાં ફરી એકવાર સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન બંને પક્ષ તરફથી દલીલો થઈ હતી. જાકે આ દલીલો દરમિયાન સુપ્રીમ કોર્ટે શિંદે જૂથને અમુક અઘરા સવાલ પણ કર્યા હતા. જાકે આ સુનાવણીના અંતે કોઈ નિષ્કર્ષ ના નીકળતાં સુનાવણી ટાળી દેવામાં આવી છે અને કાલે ફરી આ કેસમાં સુનાવણી કરાશે.
ઉદ્ધવ કેમ્પના વકીલ કપિલ સિબ્બલે દલીલ કરતાં કહ્યું હતું કે જા બે તૃતીયાંશ લોકો અલગ થવા માગતા હોય તો તેમણે કોઈ પાર્ટીમાં ભળી જવાનું હોય અથવા નવી પાર્ટી બનાવવાની હોય. તેઓ એવું ના કહી શકે કે તેઓ મૂળ પાર્ટી છે. આ વિશે ચીફ જસ્ટિસે કહ્યું હતું કે તેમણે બીજેપીમાં ભળી જવાની જરૂર હતી અથવા નવી પાર્ટી બનાવવાની જરૂર હતી. પછી સિબ્બલે ફરી કહ્યું હતું કે કાયદો પણ એ જ કહે છે.
ચીફ જસ્ટિસે પૂછ્યું કે શું દરેક પક્ષે કેસ સાથે જાડાયેલા કાયદાકીય સવાલોનું સંકલન જમા કરાવી દીધું છે? રાજ્યપાલના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે હું હમણાં જમા કરાવી દઉં છું.
સિબ્બલે કહ્યું હતું કે પાર્ટી માત્ર ધારાસભ્યનું જૂથ નથી હોતી. આ લોકોને પાર્ટીની બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ના આવ્યા. ડેપ્યુટી સ્પીકરની ચિઠ્ઠી લખી દીધી. પોતાનો વ્હિપ નક્કી કરી દીધો. હકીકતમાં તેમણે પાર્ટી છોડી છે. તેઓ મૂળ પાર્ટી હોવાનો દાવો ના કરી શકે. આજે પણ શિવસેના-અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે જ છે. સિબ્બલે કહ્યું હતું કે જ્યારે બંધારણમાં ૧૦મી જાગવાઈને જાડવામાં આવી ત્યારે તેનો ઉદ્દેશ કંઈક અલગ હતો. જા આ પ્રમાણેના દુરુપયોગને મંજૂરી આપવામાં આવી તો ધારાસભ્યો બહુમતની સરકાર પાડીને ખોટી રીતે સત્તા મેળવીને પાર્ટી પર દાવો કરશે. પાર્ટીની સભ્યતા છોડનાર ધારાસભ્ય અયોગ્ય છે. ચૂંટણીપંચ જઈને પાર્ટી પર દાવો કેવી રીતે કરી શકે છે?
સીજેઆઇએ કહ્યું હતું કે અમે ૧૦ દિવસ માટે સુનાવણી ટાળી હતી, એમાં તમે તો સરકાર બનાવી લીધી. સ્પીકર બદલી દીધા. હવે તમે કહો છો કે દરેક વાત નિરર્થક છે. સાલ્વેઃ હું એવું નથી કહેતો કે હવે આ વાત પર વિચાર જ ના થવો જાઈએ.સીજેઆઇ કહ્યું કે ઠીક છે, અમે બધા મુદ્દાઓ સાંભળીશું. શિંદે જૂથના વકીલ હરીશ સાલ્વેએ કહ્યું હતું કે જે નેતાને બહુમતનું સમર્થન ના હોય તે કેવી રીતે ટકી શકે છે? સિબ્બલે જે વાત કરી એ પ્રાસંગિક નથી. એ વિશે સાલ્વેએ કહ્યું હતું કે આવા ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવા જાઈએ? જ્યારે પાર્ટીમાં અંદર અંદર પ્રોબ્લેમ હોય ત્યારે બીજા જૂથની બેઠકમાં ના જવું જ અયોગ્ય કેવી રીતે કહેવાય?
સીજેઆઇએ કહ્યું કે આ રીતે તો પાર્ટીનો કોઈ અર્થ જ નહીં રહે. ધારાસભ્યો ચૂંટાઈ ગયા પછી કોઈ કંઈપણ કરી શકે છે.જયારે સાલ્વેએ કહ્યું કે આપણા ત્યાં ભ્રમ છે કે કોઈ નેતાને જ આખી પાર્ટી માની લેવામાં આવે છે. અમે અત્યારે પણ પાર્ટીમાં છીએ. અમે પાર્ટી નથી છોડી. અમે માત્ર નેતા સામે અવાજ ઉઠાવ્યો છે.
શિવસેના પર દાવાને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એકનાથ શિંદે જૂથે બુધવારે કહ્યું કે, અમે લોકોએ પાર્ટી નથી છોડી. એકનાથ શિંદે જૂથના વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે, આ મામલે દલ-બદલ કાયદો લાગુ ના થઈ શકે. એ ત્યારે જ લાગુ થાય, જ્યારે ધારાસભ્યો અથવા સાંસદ કોઈ બીજી પાર્ટીમાં જાય અથવા તો પાર્ટી છોડી દે.
એકનાથ શિંદે જૂથના ધારાસભ્યો માત્ર પાર્ટીના નેતૃત્વથી નારાજ છે અને અલગ જૂથ તરીકે દાવો ઠોકી રહ્યાં છે, કારણ કે બહુમત તેમની સાથે છે. સાંસદ અને ધારાસભ્યોની બહુમતી એકનાથ શિંદે જૂથ સાથે છે. શિંદે જૂથના ધારાસભ્યો અને સાંસદ ઈચ્છે છે કે, પાર્ટીના નેતૃત્વમાં પરિવર્તન કરવામાં આવે.
તેમણે જણાવ્યું કે, આ મામલો પાર્ટીથી અલગ થવાનો નથી, પરંતુ પાર્ટીની અંદર જ તણાવ અને પરિવર્તનની માંગનો છે. જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથના વકલી કપિલ સિબ્બલે કહ્યું કે, બળવાખોર ધારાસભ્યો પાર્ટી પર પોતાનો દાવો ના કરી શકે. હજુ પણ ત્રીજા ભાગના ધારાસભ્યો પાર્ટીની સાથે જ છે. તેમણે દલીલ કરી છે કે, બળવાખોર ધારાસભ્યોને નવી પાર્ટી બનાવવી પડશે અથવા તો અન્ય કોઈ પાર્ટીમાં સામેલ થવું પડશે. એકનાથ શિંદે સરકારની રચના પણ ખોટી રીતે થઈ છે. આથી તેમના દ્વારા લેવામાં આવેલા તમામ નિર્ણયો પણ ગેરકાયદે છે.
કપિલ સિબ્બલે દલીલ કરી છે કે, તમે એ દાવો ના કરી શકો કે, તમે રાજનીતિક પાર્ટી છો. તમે આ વાત ગુવાહાટીમાં બેસીને કરી રહ્યાં છો કે, તેઓ રાજનીતિક પાર્ટી છે. જેનો નિર્ણય ચૂંટણી પંચ તરફથી કરવામાં આવે છે. તમે ગુવાહાટીમાં બેસીને તેની જાહેરાત ના કરી શકો. અભિષેક મનુ સિંઘવીએ પણ શિંદે જૂથનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું કે, શિંદે જૂથ પાસે બચવા માટેનો એક જ વિકલ્પ છે. તેઓ ભાજપ સાથે વિલય કરી નાંખે