મહારાષ્ટ્રમાં મતદાનના એક દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડે પર મતદારોને રોકડ વહેંચવાનો આરોપ લાગ્યો છે. બહુજન વિકાસ આઘાડીએ તાવડે પર આ આરોપ લગાવ્યો છે. આરોપ છે કે ભાજપના નેતા તાવડેએ થાણેમાં મતદારોને પૈસા વહેંચ્યા છે. તે જ સમયે, ભાજપના નેતાએ આ આરોપોને ફગાવી દીધા છે. બહુજન વિકાસ આઘાડીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા અને તાવડે પર રૂ. ૫ કરોડ રોકડ વહેંચવાનો આરોપ લગાવ્યો. હોબાળા વચ્ચે પોલીસ અધિકારીઓ પણ હોટલ પર પહોંચ્યા અને મામલો સંભાળવાનો પ્રયાસ કર્યો. તમને જણાવી દઈએ કે જે હોટલમાં તાવડે હાજર હતા તેના રૂમ નંબર ૪૦૬માંથી ૯ લાખ રૂપિયા મળી આવ્યા હતા.
બહુજન વિકાસ આઘાડીના નેતાઓએ તાવડેના વાહનની તપાસની માંગ કરી છે.એમવીએ નેતા અને ધારાસભ્ય ક્ષિતિજ ઠાકુરે દાવો કર્યો હતો કે તાવડેની ડાયરી વ્યવહારની પુષ્ટિ કરે છે. તાવડેના પિતા હિતેન્દ્ર ઠાકુરે દાવો કર્યો હતો કે ભાજપના નેતાએ તેમને ઘણી વખત ફોન કરીને માફી માંગી હતી. તે જ સમયે, બીજેપી નેતા તાવડેએ તમામ આરોપોને ફગાવી દીધા હતા. તેણે કહ્યું, ‘હું પૈસા વહેંચતો નહોતો. હું આચારસંહિતાના નિયમો સમજાવવા ગયો હતો. જા ચૂંટણી પંચ ઈચ્છે તો તપાસ કરાવી શકે છે. પોલીસ ઇચ્છે તો સીસીટીવી ફૂટેજ ચેક કરાવી શકે છે.
શિવસેના યુબીટી ચીફ ઉદ્ધવ ઠાકરેએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જ્યારે હું મા તુલજાભવાનીના દર્શન કરવા આવી રહ્યો હતો ત્યારે ચૂંટણી પંચના અધિકારીઓએ મારી બેગ તપાસી હતી. ઠાકરેએ કહ્યું, ‘જા કે તેમને કંઈ મળ્યું નથી. હવે વિનોદ તાવડેની બેગમાંથી પૈસા મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે પણ અનિલ દેશમુખ પર થયેલા હુમલામાં પથ્થરો ક્યાંથી આવ્યા તેની તપાસ થવી જાઈતી હતી. હું તુલજાભવાની માતાને પ્રાર્થના કરું છું કે આ ભ્રષ્ટ અને આતંક ફેલાવતી સરકારને રાજ્યમાંથી જડમૂળથી ઉખેડી નાખવામાં આવે. આ મામલે પ્રતિક્રિયા આપતા સંજય રાઉતે કહ્યું કે ઠાકુર એ કામ કરી રહ્યા છે જે ચૂંટણી પંચે કરવું જાઈએ.