નગરપાલિકા ચૂંટણીઓ વચ્ચે મહારાષ્ટ્રમાં રાજકીય તાપમાન ચરમસીમાએ છે. શાસક મહાયુતિ ગઠબંધનમાં પણ સંઘર્ષ જાવા મળી રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અજિત પવારની એનસીપીને ઘેરી રહી છે, ત્યારે અજિત પવાર પણ ખૂબ આક્રમક દેખાઈ રહ્યા છે. મહાયુતિ ગઠબંધનમાં આંતરિક સંઘર્ષ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. દરમિયાન, ભાજપે હવે તેના સાથી પક્ષ એનસીપી સામે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો છે.

મહારાષ્ટ્ર ભાજપના મહામંત્રી રાજેશ પાંડેના જણાવ્યા અનુસાર, પાર્ટીએ પુણેમાં મ્યુનિસિપલ ચૂંટણીઓ પહેલા તેના મહાયુતિ સાથી પક્ષ એનસીપી અને અન્ય પક્ષો દ્વારા કથિત રીતે લગાવવામાં આવેલા ગેરકાયદેસર હો‹ડગ્સ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે.

હકીકતમાં,એક વાતચીત દરમિયાન, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પાર્ટી કાર્યકરોને ગેરકાયદેસર હો‹ડગ્સ અને ફ્લેક્સ બેનરો લગાવવાનું ટાળવાની સલાહ આપી હતી. તેમના નિવેદનમાં, મુખ્યમંત્રીએ કહ્યું કે આ શહેરની સુંદરતાને બગાડે છે. પરિણામે, પુણે ભાજપે સોમવારે શહેરને બેનરો-પોસ્ટ મુક્ત કરવાનો નિર્ણય લીધો. રાજેશ પાંડેએ કહ્યું કે ભાજપે પાર્ટી કાર્યકરોને શહેરમાં ફ્લેક્સ હો‹ડગ્સ ન લગાવવા માટે કડક સૂચનાઓ જારી કરી છે.

તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીવાદી કોંગ્રેસ પાર્ટી અને અન્ય પક્ષોએ મ્યુનિસિપલ ચૂંટણીઓ પહેલા શહેરમાં અનધિકૃત ફ્લેક્સ બેનરો લગાવ્યા છે. આ આચારસંહિતાનું ઉલ્લંઘન છે. અમે આ સંદર્ભમાં ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પુણે અને પિંપરી-ચિંચવડમાં મ્યુનિસિપલ ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપની ટીકા કરવા બદલ એનસીપી વડા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે બંને પક્ષો અલગથી ચૂંટણી લડી રહ્યા હોવા છતાં, તેઓ “સૌહાર્દપૂર્ણ” સ્પર્ધા પર સંમત થયા હતા. ફડણવીસે કહ્યું કે ભાજપ અને એનસીપીએ ઘણા સમય પહેલા નિર્ણય લીધો હતો કે તેઓ પુણે અને પિંપરી-ચિંચવડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ સાથી પક્ષ તરીકે નહીં લડે કારણ કે બંને પ્રદેશમાં મજબૂત પક્ષો છે.