વહેલી સવારે સુદાનના કોર્ડોફાનમાં એક મસ્જિદ પર થયેલા ડ્રોન હુમલામાં બે નિર્દોષ બાળકો માર્યા ગયા અને ૧૩ અન્ય ઘાયલ થયા. સુદાન લાંબા સમયથી ચાલી રહેલા ગૃહયુદ્ધમાં ફસાઈ ગયું છે જેમાં હજારો લોકો માર્યા ગયા છે. યુદ્ધ પર નજર રાખતા સુદાન ડોક્ટર્સ નેટવર્કે જણાવ્યું હતું કે સેના સામે લડી રહેલા અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સે ઉત્તર કોર્ડોફાનના અલ-રાહદ શહેરમાં ડ્રોન હુમલો કર્યો હતો. નેટવર્કના પ્રવક્તા મોહમ્મદ અલશેખે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે ઘટના સમયે બે બાળકો એક મસ્જિદ દમાં કુરાનનો અભ્યાસ કરી રહ્યા હતા.
ડોક્ટર્સ નેટવર્કે જણાવ્યું હતું કેમસ્જિદ ની અંદર બાળકોને નિશાન બનાવવાનો આ પહેલો બનાવ નથી, અને આવા કિસ્સાઓમાં નાગરિકોને વારંવાર નિશાન બનાવવામાં આવી રહ્યા છે. નેટવર્કે આને ધાર્મિક સ્થળોની પવિત્રતાનું અપમાન કરવાની કૃત્ય ગણાવી હતી. અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસએ હજુ સુધી આ હુમલા અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી. સુદાન એપ્રિલ ૨૦૨૩ થી સેના અને આરએસએફ વચ્ચે ગૃહયુદ્ધમાં ફસાયેલું છે. બંને અગાઉ સાથી હતા અને ૨૦૧૯ના લોકપ્રિય બળવા પછી લોકશાહી સંક્રમણની દેખરેખ રાખવાના હતા, પરંતુ તેમની વચ્ચે વધતા તણાવને કારણે લડાઈ થઈ.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મતે, આ યુદ્ધમાં ઓછામાં ઓછા ૪૦,૦૦૦ લોકો માર્યા ગયા છે અને ૧૨ મિલિયન લોકો વિસ્થાપિત થયા છે. સહાય સંસ્થાઓનું કહેવું છે કે દૂરના વિસ્તારોમાં લડાઈને કારણે વાસ્તવિક મૃત્યુઆંક ઘણો વધારે હોવાની શક્યતા છે. સુદાન ડોક્ટર્સ નેટવર્કે જણાવ્યું હતું કે પૂજા સ્થળો પરના હુમલાઓ “વ્યવસ્થિત  પેટર્ન”નો ભાગ છે. ગયા વર્ષના ડેટા અનુસાર, યુદ્ધ શરૂ થયા પછી ૧૫ થી વધુ મસ્જિદ ને નુકસાન થયું છે અથવા સંપૂર્ણપણે નાશ પામ્યા છે. વધુમાં, ૧૬૫ થી વધુ ચર્ચ નાશ પામ્યા છે અથવા બંધ કરવામાં આવ્યા છે.
એ નોંધવું જાઈએ કે આ યુદ્ધમાં ડ્રોન હુમલા સામાન્ય બની ગયા છે. શનિવારે પણ, મધ્ય સુદાનમાં વિસ્થાપિત પરિવારોને લઈ જતા વાહન પર આરએસએફ ડ્રોને હુમલો કર્યો, જેમાં આઠ બાળકો સહિત ઓછામાં ઓછા ૨૪ લોકો માર્યા ગયા. આ માહિતી સુદાન ડોક્ટર્સ નેટવર્ક દ્વારા પણ આપવામાં આવી હતી. યુએન હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્‌સે જણાવ્યું છે કે કોર્ડોફાન પ્રદેશ “અસ્થિરતા અને પ્રતિકૂળ પ્રવૃત્તિનું કેન્દ્ર” રહ્યું છે કારણ કે બંને પક્ષો વ્યૂહાત્મક વિસ્તારો કબજે કરવાનો પ્રયાસ કરે છે.