આ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં, મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રમાં ૮૯૯ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. આમાંથી, છ મહિનામાં ૫૩૭ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી જ્યારે પૂરથી તેમના પાકને ભારે નુકસાન થયું હતું. આ માહિતી સત્તાવાર આંકડાઓમાં આપવામાં આવી છે. કૃષિ રાજ્યમંત્રી આશિષ જયસ્વાલે જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે અને યોજનાઓ અને પ્રોત્સાહનો પર ખર્ચ વધારીને ૧ લાખ કરોડ કરવામાં આવ્યો છે.છત્રપતિ સંભાજીનગર વિભાગીય કમિશનરની કચેરી દ્વારા આપવામાં આવેલા ડેટા દર્શાવે છે કે આ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં મરાઠવાડામાં રેકોર્ડ ૮૯૯  ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. આમાંથી, છ મહિનામાં (૧ મે થી ૩૧ ઓક્ટોબર) ૫૩૭ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી જ્યારે ભારે વરસાદ અને પૂરે તબાહી મચાવી હતી.બીડ અને છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સૌથી વધુ ખેડૂતોની આત્મહત્યા જાવા મળી છે. ખેડૂતોની આત્મહત્યાના જિલ્લાવાર આંકડા જાતાં છેલ્લા છ મહિનામાં છત્રપતિ સંભાજીનગરમાં ૧૧૨, જાલનામાં ૩૨, પરભણીમાં ૪૫, હિંગોલીમાં ૩૩, નાંદેડમાં ૯૦, બીડમાં ૧૦૮, લાતુરમાં ૪૭ અને ધારાશિવમાં ૭૦ ખેડૂતોની આત્મહત્યાનો રેકોર્ડ જાવા મળે છે.રાજ્ય સરકારે મરાઠવાડા પ્રદેશમાં અસરગ્રસ્ત ખેડૂતો માટે ૩૨,૦૦૦ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે, જેમાં છત્રપતિ સંભાજીનગર, જાલના, નાંદેડ, પરભણી, હિંગોલી, લાતુર, બીડ અને ધારાશિવ જિલ્લાઓનો સમાવેશ થાય છે. અતિવૃષ્ટિ અને પૂરને કારણે નોંધપાત્ર નુકસાન થયું (૨૦ સપ્ટેમ્બર સુધી નોંધાયું), જેના પરિણામે ૧૨ લોકોનાં મોત થયા. જ્યારે અંદાજે ૧,૩૦૦ ઘરોને નુકસાન થયું અને ૩૫૭ પશુઓ માર્યા ગયા.ખેડૂત નેતા અને ભૂતપૂર્વ સાંસદ રાજુ શેટ્ટીએ ખેડૂતોની આત્મહત્યા પર ઊંડો શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે કમોસમી વરસાદ અને લાંબા ચોમાસાને કારણે આવેલા પૂરથી ફળોના બગીચા અને પાકને ભારે નુકસાન થયું છે. તેમણે કહ્યું, “આ ઘટનાએ નિઃશંકપણે મરાઠવાડાના ખેડૂતોનું મનોબળ તોડી નાખ્યું છે.” શેટ્ટીએ એવો પણ આરોપ લગાવ્યો કે ખેડૂતોને પાકના નુકસાન માટે પૂરતું વળતર મળ્યું નથી.