‘રોજગારીનો અધિકાર’ આપતો મનરેગા કાયદામાં ખોટા ફેરફાર કરી નબળો પાડવાની ભાજપ સરકારની ભ્રષ્ટનીતિ પર આકરા પ્રહાર કરતા પુર્વ કેન્દ્રીય મંત્રી અને પુર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સાહેબે વડોદરા ખાતે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો મનરેગાને સંપૂર્ણપણે નાબૂદ કરવાની કાવતરું છે. વીબી-ગ્રામ-જી કાયદાની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. નવો કાયદાનો સુધારો ભારત દેશ અને ગુજરાતના ગ્રામીણ ગરીબો, ખેડૂતો, ભૂમિહીન મજૂરો, મહિલા કામદારો, દલિત અને આદિવાસી સમુદાયો સાથે દગો છે. દુષ્કાળ, પૂર, આદિવાસી વિસ્તાર, શ્રમિકો માટે આર્થિક મુશ્કેલીઓમાં મનરેગાને જીવનરેખા સમાન હતી. કોંગ્રેસે આ કાયદાના સુધારા વિરુદ્ધ દેશવ્યાપી ‘મનરેગા બચાઓ’ કાર્યકમની ઘોષણા કરી છે.
આ નવો કાયદો મનરેગાને ખતમ કરવાનું કાવતરું છે અને તેને તાત્કાલિક પાછો ખેંચીને મનરેગાને અધિકાર આધારિત કાનૂન તરીકે પુનઃસ્થાપિત કરવો જાઈએ. નવા કાયદામાં ‘વીબી’નો અર્થ ‘વિકસિત ભારત’ નહીં પરંતુ ‘વિનાશ ભારત’ છે અને ‘જી’નો અર્થ ‘કેન્દ્રીકરણની ગેરંટી’ છે. જેમાં રાજ્ય સરકારોની સંમતિ વિના ૬૦:૪૦ ફંડિંગ રેશિયો નક્કી કરવો એ બંધારણના અનુચ્છેદ ૨૫૮નું ઉલ્લંઘન છે અને આ કાયદાની વૈધતાને ન્યાયાલયમાં પડકારવામાં આવશે. મનરેગા ૨૦૦૫માં સર્વસંમતિથી પસાર થયો હતો, જેનો ઠરાવ સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યો હતો અને તે સમયે સમિતિના અધ્યક્ષ ભાજપના કલ્યાણ સિંહ હતા. તેમની ભલામણો સ્વીકારીને જ કાયદો અમલમાં મૂકાયો હતો. પરંતુ બીજેપીએ તેને જ નાબૂદ કરી દીધો છે. નવા કાયદા પ્રમાણે ‘રોજગાર’ હવે અધિકાર નથી, સરકારની મરજી પર નિર્ભર થઈ ગયો છે. ગ્રામ સભા અને પંચાયતોની સત્તા છીનવી લઈને બધું નિર્ણય દિલ્હીમાં કેન્દ્રિત કરી દીધું છે પંચાયતો માત્ર ક્લાર્ક બની જશે. બજેટની મર્યાદા અને નોર્મેટિવ એલોકેશનને કારણે ફંડ ખતમ થતાં કામ બંધ થઈ જશે. મોઘવારી સાથે જાડાયેલી નિશ્ચિત મજૂરી ખતમ કરી દીધી છે.
ખેતીની પીક સીઝનમાં ૬૦ દિવસ કામ નહીં મળે જ્યારે ગામડાઓમાં સૌથી વધુ મુશ્કેલી હોય ત્યારે સરકાર કામ આપવાથી ના પાડી શકશે. બાયોમેટ્રિક્સને પારદર્શિતાના બદલે બહિષ્કારનું હથિયાર બનાવવામાં આવ્યું છે, જેથી ગરીબ અને ઓછા શિક્ષિત મજૂરો રોજગારથી વંચિત રહેશે. કેન્દ્રે મજૂરીમાં ૧૦૦%થી ઘટાડીને ૬૦% કરી દીધું છે, જેથી ગુજરાત સહિતના રાજ્યો પર ભારે આર્થિક બોજ પડશે. મહાત્મા ગાંધીજીનું નામ હટાવી મોટું અપમાન કર્યું છે. ભાજપ ૧૨૫ દિવસની ગેરંટીનો દાવો કરે છે, પરંતુ ઓછા કેન્દ્રીય ભંડોળને કારણે વાસ્તવમાં ઓછા દિવસોનું કામ મળશે, જેથી બેરોજગારી, પલાયન અને ગામડાંની અર્થવ્યવસ્થા નબળી પડશે.
‘મનરેગા બચાવો આંદોલન’ દિલ્હી-કેન્દ્રિત નહીં, પરંતુ પંચાયત, બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તરે લડવામાં આવશે. સમગ્ર દેશ અને ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ ગ્રામીણ જનતાની સાથે ખભે ખભો મિલાવીને લડીશું. કોંગ્રેસ પક્ષની માંગ છે કે, કામના અધિકાર અને પંચાયતી રાજનું રક્ષણ કરવામાં આવે. મનરેગા એ દાન નથી પરંતુ બંધારણીય અધિકાર છે કોંગ્રેસ ગરીબો-શ્રમિકો માટે મક્કમતાથી કેન્દ્ર સરકારની નિતિ સામે લડીશું, ગુજરાત માટે, ગ્રામીણ ભારત માટે, ન્યાય માટે!
વડોદરા સર્કિટ હાઉસ ખાતે રાખેલ આ પ્રેસ આ વાર્તાલાપમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋÂત્વજ જાષી, જિલ્લા પ્રમુખ જયપાલસિંહ પઢિયાર, વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્ત, પ્રદેશ ઉપપ્રમુખ ભીખાભાઈ રબારી, પ્રદેશ પ્રવક્તા નિશાંત રાવલ, મહિલા પ્રમુખ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.