નવેમ્બરમાં રિલીઝ થયેલી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ સતત હેડલાઇન્સમાં છે. સમીક્ષકોના વખાણ બાદ હવે આ ફિલ્મને રાજકીય સમર્થન પણ મળી રહ્યું છે. તાજેતરમાં આ ફિલ્મને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. આની જાહેરાત કરતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે અન્ય નેતાઓને પણ ફિલ્મ જાવાનું સૂચન કર્યું છે.સીએમ મોહન યાદવ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ જાવા પહોંચ્યા હતા.
મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું કે, અમે આ ફિલ્મને ટેક્સ ફ્રી બનાવવા જઈ રહ્યા છીએ, જેથી વધુને વધુ લોકો આ ફિલ્મ જાઈ શકે. આ ભૂતકાળનો કાળો અધ્યાય છે, જેનું સત્ય આ ફિલ્મ જાયા પછી સમજાય છે.
આ સાથે મોહન યાદવે પોતાના સાથી મંત્રીઓ અને સાંસદોને પણ ફિલ્મ જાવાની અપીલ કરી છે. આ ફિલ્મ ૧૫મી નવેમ્બરે રિલીઝ થઈ રહી છે – ધ સાબરમતી રિપોર્ટ. આ ફિલ્મ ગોધરાકાંડ અને ત્યારબાદ ગુજરાતના રમખાણો પર આધારિત છે. ટ્રેલર રિલીઝ થયા બાદ આ ફિલ્મ પણ વિવાદોમાં છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રવિવારે ‘ધ સાબરમતી રિપોર્ટ’ના વખાણ કર્યા હતા. તેણે ઠ પર લખ્યું હતું કે,’ખોટી વાર્તા મર્યાદિત સમય માટે જ ચાલી શકે છે. છેવટે, હકીકતો હંમેશા બહાર આવે છે.