સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે વહેલી સવારે એક સાવજે ત્રણ ઘેટાનું મારણ કર્યું છે. આ ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. મળતી માહિતી મુજબ, આ હુમલો બાબુભાઈ શામજીભાઈ સોલંકીના ઘેટાના વાડામાં થયો હતો. સાવજે તેમના ત્રણ ઘેટાને શિકાર બનાવ્યા હતા.સાવજના આ હુમલાથી પશુપાલકો અને ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. આ વિસ્તારમાં સાવજની અવરજવરથી લોકો ચિંતિત છે. ઘટના અંગે સરપંચ અને વન વિભાગને જાણ કરવામાં આવી છે.