સાવરકુંડલાના મઢડા ગામે એક યુવકે ઝેરી દવા પીતાં તેનું સારવારમાં મોત થયું હતું. બનાવ અંગે અરવિંદભાઈ સવજીભાઈ ખેરાળાએ જાહેર કર્યા મુજબ, ભરતભાઈ અરવિંદભાઈ ખેરાળા ગામમાં પહેલા બનેલા ખૂન કેસમાં સાહેદ હતા. જેથી સતત વિચારો આવતા કંટાળીને ઘઉંમાં નાખવાના ટીકડા પી લેતા સારવાર દરમિયાન મરણ પામ્યા હતા.