ધોરાજી-જુનાગઢ વચ્ચે આવેલો દેવતણખી ધામ મજેવડી ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સંત શ્રી દેવતણખીબાપા અને પુત્રી લીરલબાઈની ચેતન સમાધિના દર્શન કર્યા. આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, વડોદરાના પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર, પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ જે.કે. ચાવડા, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ અને મજેવડીના સરપંચ સુરીલભાઈ પોકિયા ઉપસ્થિત રહ્યા. ધામના પ્રમુખ શાંતિભાઈ ગોહેલ, ઉપપ્રમુખ રાજુભાઈ પિત્રોડા, મંત્રી રમેશભાઈ કારેલીયા અને ખજાનચી પ્રવીણભાઈ કારેલીયા દ્વારા ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સૌરાષ્ટ્રભરમાંથી લુહાર પંચાલ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે તેમને દેવતણખી દાદાની પ્રસાદી સમાન પાઘડી પહેરાવી સન્માન મળ્યું છે અને તેઓ આ માટે ખૂબ ધન્ય છે.










































