ગુજરાતના રાજકારણમાં સત્તાના ગલિયારાઓમાં અત્યારે એક નવો ગણગણાટ શરૂ થયો છે. સામાન્ય રીતે વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે ખેંચતાણ જાવા મળતી હોય છે, પરંતુ આ વખતે લડાઈ ‘સરકારી બાબુઓ’ અને ‘ચૂંટાયેલા પ્રતિનિધિઓ’ વચ્ચે હોય તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે. જી હા…જિલ્લા કક્ષાએ મંત્રીઓ, એમપી અને એમએલએના પ્રોટોકોલ જળવાતા ન હોવાની ફરિયાદો બાદ સામાન્ય વહીવટ વિભાગએ લાલ આંખ કરીને એક પરિપત્ર જાહેર કર્યો છે.
ગુજરાતમાં લાંબા સમયથી ધારાસભ્યો અને સંસદસભ્યો તરફથી એવી ગુપ્ત ફરિયાદો ઉઠતી રહી છે કે જિલ્લા મથકોએ બેસતા અધિકારીઓ તેમને પૂરતું સન્માન આપતા નથી. કલેક્ટર કચેરી હોય કે જિલ્લા પંચાયત, જનપ્રતિનિધિઓને કલાકો સુધી રાહ જાવડાવવી અથવા સરકારી કાર્યક્રમોમાં તેમના નામની અવગણના કરવી એ એક સામાન્ય બાબત બની ગઈ હોવાનું રાજ્ય સરકારના ધ્યાને આવ્યું છે. જેના કારણે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે આ ફરિયાદના ધ્યાનમાં લઈને એક પરિપત્ર જાહેર કર્યો છે.
રાજ્ય સરકારે આ મામલે અત્યંત કડક શબ્દોમાં પરિપત્ર જાહેર કરીને અધિકારીઓને શિષ્ટાચારના પાઠ ભણાવ્યા છે. પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જ્યારે રાજ્ય સરકારના મંત્રીઓ કોઈ જિલ્લાના પ્રવાસે હોય ત્યારે તેમને પ્રોટોકોલ મુજબ ગરિમાપૂર્ણ આવકાર આપવો ફરજિયાત છે. તેમાં કોઈપણ જાતનો ભેદભાવ ચલાવી લેવામાં આવશે નહીં. ગુજરાતના કોઈપણ જિલ્લામાં સરકારી કાર્યક્રમનું આયોજન કરાતું હોય ત્યારે જિલ્લા પ્રભારી મંત્રીને અંધારામાં રાખી શકાશે નહીં. તેમની સાથે સંકલન સાધવું અનિવાર્ય છે. ગુજરાતના કોઈ પણ સાંસદ હોય કે કોઈ પણ ધારાસભ્યો મુલાકાત માટે આવે ત્યારે તેમને રાહ જાવડાવ્યા વગર તુરંત તેમને સાંભળવા અને તેમના સવાલો પર ચર્ચા કરવી મહત્વપૂર્ણ છે. આ સિવાય સરકારી કાર્યક્રમોની કંકોતરી કે પત્રિકામાં જનપ્રતિનિધિઓના નામ પ્રોટોકોલ મુજબ લખવા બાબતે પણ ટકોર કરવામાં આવી છે.
આ પરિપત્ર માત્ર વહીવટી પ્રક્રિયા નથી, પણ તેની પાછળ ઊંડો રાજકીય અર્થ છુપાયેલો છે. જી હા…એવું મનાય છે કે સત્તામાં લાંબો સમય રહેવાથી ઘણીવાર અમલદારી હાવી થઈ જતી હોય છે. ધારાસભ્યોની આ ફરિયાદ દૂર કરીને સરકારે સંદેશ આપ્યો છે કે ‘જનતાના પ્રતિનિધિ’ જ સર્વોપરી છે. પબ્લિક  એકાઉન્ટ્‌સ કમિટીએ પણ અગાઉ નોંધ્યું હતું કે સૂચનાઓ છતાં અમલ થતો નથી. એટલે કે, આ અસંતોષ માત્ર પક્ષ પૂરતો મર્યાદિત નથી પણ બંધારણીય સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યો હતો. જ્યારે ધારાસભ્યનું સન્માન ન જળવાય ત્યારે તેના કાર્યકરોમાં પણ નકારાત્મક સંદેશ જાય છે. આગામી સમયની તૈયારીઓ વચ્ચે કેડરનું મનોબળ જાળવી રાખવા આ પ્રોટોકોલ પાલન જરૂરી છે.
આ વખતે રાજ્ય સરકાર માત્ર મૌખિક સૂચના આપીને અટકાઈ નથી. રાજ્ય સરકારના ય્છડ્ઢ એ સ્પષ્ટ ચીમકી આપી છે કે જા આ નિયમોનો ભંગ થશે તો તેને ‘ગંભીર’ ગણવામાં આવશે અને જવાબદાર અધિકારી સામે નિયમોનુસાર કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સીધા જનતાને જવાબદાર હોય છે. જ્યારે અધિકારીઓ અને નેતાઓ વચ્ચે સંકલન તૂટે છે, ત્યારે ભોગવવાનું પ્રજાને આવે છે. ગાંધીનગરથી છૂટેલો આ આદેશ જિલ્લાના વહીવટી તંત્રમાં કેટલી ગરમી લાવે છે અને ‘સાહેબ’ સંસ્કૃતિમાં કેટલો ફેરફાર થાય છે, તે જાવું રસપ્રદ રહેશે.