ભારતમાં સર્વત્ર આસોપાલવના વૃક્ષો થાય છે. જેને સંસ્કૃતમાં નરઅશોકવૃક્ષ, હિન્દીમાં દેવદારી, અંગ્રેજીમાં
mast tree,લેટિનમાં Polyalthia longitolia, Boccagea Dalzelli તરીકે ઓળખવામાં આવે છે. બાગ – બગીચાઓમાં તેના વૃક્ષો વધુ જોવા મળે છે. ગુજરાતના શ્રીમંતો તેના ઘર આંગણાના બગીચામાં ખાસ વાવે છે. પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર,ગુજરાત જેવા રાજ્યમાં વધુ જોવા મળે છે. આસોપાલવ મૂળ ભારતનું વતની ઊંચું સદાબહાર વૃક્ષ છે. તેને સામાન્ય રીતે ઘોંઘાટને નિવારવા માટે વાવવામાં આવે છે. તે સમાંતર પિરામિડ વૃદ્ધિ દર્શાવે છે. વૃક્ષ ૩૦ ફીટ થી વધુ વધવા માટે જાણીતું છે.
શ્રીલંકામાં પણ તે પ્રાકૃતિક રીતે ઉગે છે. તે વિશ્વના ઘણા ઉષ્ણકટિબંધીય દેશોમાં બગીચાઓમાં પણ રોપવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે, ઇન્ડોનેશિયામાં જકાર્તાના કેટલાક ભાગો અને ટ્રિનિદાદ અને ટોબેગોના કેરેબિયન ટાપુઓમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
આસોપાલવના વૃક્ષો ખૂબ ઊંચા, સદાય લીલાંછમ, સરળ,સીધા, શીતળ છાયાવાળા અને ઓછી ડાળીવાળા, ઓછા ફેલાયેલા હોય છે. આ સીતાફળની જાતનું વૃક્ષ છે. એના પાન વાંક લેતા લાંબા, ચમકદાર, લીલા, ભાલા જેવા, તરંગીત કિનારીવાળા, ૩ થી ૯ ઈંચ લાંબા થાય છે. પણ આંબાના પાન જેવા નથી હોતા. વૃક્ષની છાલ ચીકણી, ભૂખરા રંગની અને પાતળી હોય છે તથા તેની છાલ ફાટેલી, ખરબચડી અને અંદરથી તંતુઓવાળી અને રંગે લાલ હોય છે. તેની પર પહેલાં લીલાશ પડતા પીળા રંગના ફૂલ થાય છે. જે પછી સફેદ થાય છે. તેનાં ફળ ઈંડા જેવા, ૩/૪ ઈંચ લાંબા, કાળા, બંન્ને છેડેથી ગોળ, ફૂલ વસંત ઋતુમાં પાન સાથે નીકળે છે.
આસોપાલવના પાનના તોરણ બનાવી ઘરના બારસાખ પર લગાડવામાં આવે છે. આસોપાલવના પાનના તોરણ બનાવી વહેંચવાથી કમાણી કરી શકાય છે. ફૂલના વેપારીઓને આસોપાલવમાંથી પણ સારી એવી કમાણી થતી હોય છે. બજારમાં આસોપાલવની માંગ બારેમાસ રહે છે. જેથી નાણા કમાવા ઈચ્છતા લોકો આસોપાલવના બગીચા બનાવતા હોય છે.
વૃક્ષના પાનને વિવિધ આકારમાં કાપી શકાય છે અને જરૂરી કદમાં જાળવવામાં આવે છે. ભૂતકાળમાં, મુસાફરીના જહાજો માટે માસ્ટ્‌સ બનાવવા માટે ફ્‌લેક્સિબલ, સીધી અને લાઇટ-વેઇટ ટ્રંકનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેથી વૃક્ષને મસ્ત વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આજે, વૃક્ષનો ઉપયોગ મોટે ભાગે પેન્સિલો, ખોખાઓ, દીવાસળીઓ વગેરે બનાવવા માટે થાય છે
ઔષધિ – પ્રયોગઃ ૧) તાવઃ ઝાડની છાલને મૂળનો ઉકાળો કરી, સવાર સાંજ પીવો.