ભોજલધામ-ફતેપુર ખાતે ત્રી-દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે રાષ્ટ્રીય સહકારી અગ્રણી, ઈફકો–ચેરમેન દિલીપભાઈ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવેલ કે, અમરેલીને સમર્થ સંત (ભોજાભગત) અને સમર્થ શિષ્ય (જલારામબાપા)ના આશીર્વાદ મળ્યા છે. ભોજાબાપાના ચાબખાએ સમાજમાં નવી ચેતના જગાવી છે. દિલીપભાઈ સંઘાણીએ ગાદીપતિ મહંત ભકિતરામબાપુના આર્શીવાદ મેળવી સૌની મંગલકામના વ્યકત કરી હતી. આ તકે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, અમરેલી જિલ્લા ખરીદ-વેચાણ સહકારી સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબાર, ધી અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના વાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.